સારા અર્જુન, કલ્યાણી પ્રિયદર્શન, સાઈ પલ્લવી, અનીત પડ્ડા પછી શર્વરી વાઘનું નામ ચર્ચામાં
શર્વરી વાઘ
બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી મધુબાલાની બાયોપિક છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ ચર્ચામાં રહેલા પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મમાં કોણ લીડ રોલ ભજવશે એ અંગે સતત અટકળો ચાલી રહી છે. તાજેતરના રિપોર્ટ્સ મુજબ હવે શર્વરી વાઘ બાયોપિકમાં લીડ રોલ માટેના દાવેદારોમાં સામેલ થઈ ગઈ છે. જોકે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈના નામની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
શર્વરી પહેલાં પણ અનેક અભિનેત્રીઓનાં નામ આ પ્રોજેક્ટ સાથે જોડાયાં હતાં જેમાં સારા અર્જુન, કલ્યાણી પ્રિયદર્શન, સાઈ પલ્લવી અને અનીત પડ્ડાનો સમાવેશ થાય છે. આમાંથી અનીત પડ્ડાને પણ આ રોલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
આ ફિલ્મનું ડિરેક્શન ‘ડાર્લિંગ્સ’ જેવી ફિલ્મને ડિરેક્ટ કરનાર જસ્મીત કે. રીન કરશે અને આવનારા મહિનાઓમાં ફિલ્મની કાસ્ટિંગ અંગે વધુ વિગતો જાહેર થવાની શક્યતા છે.
