આ બિલ ચાલુ વર્ષે માર્ચમાં બજેટસત્ર દરમ્યાન પસાર કરવામાં આવ્યું હતું. જો રાષ્ટ્રપતિ આ બિલને મંજૂરી આપશે તો મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તન વિશેના નિયમો અત્યંત કડક બનશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માએ રાજ્ય વિધાનસભામાં પસાર થયેલા ‘ફ્રીડમ ઑફ રિલિજિયન બિલ 2026’ને આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલી આપ્યું છે.
રાજ્યપાલે આ બિલ પર પોતે હસ્તાક્ષર કરવાને બદલે એને રાષ્ટ્રપતિના વિચારાર્થે મોકલવાનો નિર્ણય લીધો છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બિલમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કેટલીક કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલથી કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર બન્ને પ્રભાવિત થતી હોવાથી રાજ્યપાલે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવાનું યોગ્ય માન્યું છે. આ બિલ ચાલુ વર્ષે માર્ચમાં બજેટસત્ર દરમ્યાન પસાર કરવામાં આવ્યું હતું. જો રાષ્ટ્રપતિ આ બિલને મંજૂરી આપશે તો મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તન વિશેના નિયમો અત્યંત કડક બનશે.
