શુક્રવારે પૅરિસમાં ‘RRR’નું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. ફિલ્મ પૂર્ણ થયા બાદ દર્શકોને ‘વારાણસી’ અને ‘બાહુબલી’ની ખાસ ઝલક બતાવવામાં આવી હતી. હાલ ‘વારાણસી’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે.
શુક્રવારે પૅરિસમાં યોજાયેલા ‘RRR’ના વિશેષ સ્ક્રીનિંગમાં ‘વારાણસી’ની ખાસ ઝલક બતાવવામાં આવી હતી.
‘RRR’ અને ‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝી જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી હવે ‘વારાણસી’માં વ્યસ્ત છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે એસ. એસ. રાજામૌલીએ ફ્રાન્સમાં પોતાના ચાહકો માટે ‘વારાણસી’નાં કેટલાંક દૃશ્યોના ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. મહેશ બાબુ અભિનીત ‘વારાણસી’ની પહેલી ઝલકને ફ્રેન્ચ દર્શકોએ જોરદાર આવકાર આપ્યો હતો. દર્શકોના પ્રતિભાવનો આ વિડિયો ફિલ્મના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરવામાં આવ્યો છે જેમાં ફ્રાન્સમાં દર્શકોની ઉત્સાહભરી પ્રતિક્રિયા જોવા મળી હતી.