Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડના ઇન્ફીનિટી મૉલમાં એક રૂપિયામાં કપડાંના સેલની જાહેરાતથી બેહિસાબ ભીડ

મલાડના ઇન્ફીનિટી મૉલમાં એક રૂપિયામાં કપડાંના સેલની જાહેરાતથી બેહિસાબ ભીડ

Published : 28 June, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિસ્થિતિ આઉટ ઑફ કન્ટ્રોલ, સેલ કર્યા વગર જ કપડાંનો શોરૂમ બંધ રાખવો પડ્યો

સેલમાં એક જ રૂપિયામાં કપડાં લેવા સેંકડોની સંખ્યામાં યુવક-યુવતીઓ ઇન્ફિનિટી મૉલ પહોંચી ગયાં હતાં.

સેલમાં એક જ રૂપિયામાં કપડાં લેવા સેંકડોની સંખ્યામાં યુવક-યુવતીઓ ઇન્ફિનિટી મૉલ પહોંચી ગયાં હતાં.


મલાડ-વેસ્ટના ઇન્ફિનિટી મૉલમાં આવેલા કપડાંના એક શોરૂમ દ્વારા એક રૂપિયામાં કપડાંના સેલની જાહેરાતનો વિડિયો યંગસ્ટર્સમાં દાવાનળની જેમ ફરી વળતાં સેંકડોની સંખ્યામાં યુવકો-યુવતીઓ ગઈ કાલે એ સેલમાં પહોચી ગયાં હતાં. જોકે જાહેરાતમાં એમ કહેવાયું હતું કે વહેલો તે પહેલોના ધોરણે સૌથી પહેલાં જે ૧૦૦થી ૧૨૫ ગ્રાહકો આવશે તેમને એ ઑફરનો લાભ મળી શકશે. એથી સવારથી જ મૉલની બહાર યુવકો-યુવતીઓ ભેગાં થવા માંડ્યાં હતાં. થોડી જ વારમાં એટલી બધી ભીડ થઈ ગઈ કે પરિસ્થિતિ આઉટ ઑફ કન્ટ્રોલ થઈ ગઈ હતી એટલે આખરે પોલીસે દરમ્યાનગીરી કરવી પડી હતી.

મૉલના સિક્યૉરિટી સ્ટાફે ભીડને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી હતી. એમ છતાં ભીડ વધતી જતી હતી. ભીડ જોઈને એ જાહેરાત કરનાર દુકાનના કર્મચારીઓએ દુકાનનું શટર જ ઓપન કર્યું નહોતું.
પોલીસે ત્યાં પહોંચીને ગિરદીને મૅનેજ કરી હતી. દુકાનના સ્ટાફ દ્વારા ત્યાર બાદ સેલ નહીં થાય એવી વારંવાર જાહેરાત કર્યા પછી પોલીસે પણ ભેગાં થયેલાં યુવકો-યુવતીઓને સમજાવ્યાં હતાં અને ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. એ પછી મેદની વિખેરાઈ ગઈ હતી. પોલીસનું કહેવું હતું કે એ દુકાનની સામે જ યુવકો-યુવતીઓએ ગિરદી કરી હતી. બાકી આખા મૉલમાં એટલી ગિરદી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK