Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૉન એબ્રાહમ બાંદરાની પ્રૉપર્ટી માટે દર મહિને ચૂકવશે ૧૨ લાખ રૂપિયા ભાડું

જૉન એબ્રાહમ બાંદરાની પ્રૉપર્ટી માટે દર મહિને ચૂકવશે ૧૨ લાખ રૂપિયા ભાડું

Published : 03 April, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરા-વેસ્ટના પૉશ વિસ્તારમાં આવેલી ‘સુપ્રીમ આર્ટવેદા’ નામની પ્રીમિયમ પ્રૉપર્ટીની લીઝ રિન્યુ કરી છે

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ


જૉન એબ્રાહમની કંપની જે. એ. એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે બાંદરા-વેસ્ટના પૉશ વિસ્તારમાં આવેલી ‘સુપ્રીમ આર્ટવેદા’ નામની પ્રીમિયમ પ્રૉપર્ટીની લીઝ રિન્યુ કરી છે. દસ્તાવેજો મુજબ આ પ્રૉપર્ટી માટે દર મહિને ૧૨ લાખ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આ કૉન્ટ્રૅક્ટ બે વર્ષ માટે છે. દસ્તાવેજો અનુસાર આ લીઝ ૬ ફેબ્રુઆરીએ રિન્યુ કરવામાં આવી હતી. અગાઉ ૨૦૨૩માં આ જ પ્રૉપર્ટી ૧૧ લાખ રૂપિયા પ્રતિ મહિના ભાડે લેવામાં આવી હતી.

આ પ્રૉપર્ટીનો કાર્પેટ વિસ્તાર ૩૧૫૮ સ્ક્વેર ફુટ છે. આ સાથે જ ૯૭.૬૨ સ્ક્વેર ફુટનો બાલ્કની વિસ્તાર ઉમેરતાં કુલ વિસ્તાર ૩૨૫૫.૬૨ સ્ક્વેર ફુટ થાય છે. લેટેસ્ટ કૉન્ટ્રૅક્ટ મુજબ કુલ ડિપૉઝિટ ૬૬ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે જ ૧૨ મહિના બાદ ભાડું વધારીને ૧૨.૫ લાખ રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK