Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુમતાઝ સામે ઝીનત અમાનનો પલટવાર

મુમતાઝ સામે ઝીનત અમાનનો પલટવાર

Published : 02 May, 2026 08:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું - મારી મમ્મીએ શીખવ્યું છે કે બીજાઓના વિચારો તેમની જવાબદારી છે, મારી નહીં; સારી રીતે જાણું છું કે હું કોઈ બીજાને નીચો ગણાવીને પોતે ક્યારેય ઉપર નહીં જઈ શકું

મુમતાઝ અને ઝીનત અમાન

મુમતાઝ અને ઝીનત અમાન


ઝીનત અમાન સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે. હાલમાં તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફૅશનેબલ લુકમાં તસવીરો પોસ્ટ કરી છે અને સાથે-સાથે પોતાની મમ્મી વિશેના ઇમોશનલ વિચારો પોસ્ટ કર્યા છે. આ પોસ્ટમાં ઝીનતે પોતાની મમ્મી વિશે લખ્યું છે, ‘જેમ હું પહેલાં પણ કહી ચૂકી છું, મારી મમ્મીની વિચારસરણી પોતાના સમયથી ઘણી આગળ હતી. પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવવા માટે તેમણે સંકુચિત વિચારસરણી ધરાવતા સમાજના કઠોર નિર્ણયો સામે મજબૂત બનવું પડ્યું હતું. એક શ્રદ્ધાળુ હિન્દુ સ્ત્રી હોવા છતાં તેમણે પહેલાં એક મુસ્લિમ પુરુષ (મારા પપ્પા) સાથે લગ્ન કર્યાં. જ્યારે એ સંબંધ તૂટી ગયો ત્યારે તેમણે એક જર્મન પ્રોટેસ્ટન્ટ (મારા અંકલ હેન્ઝ) સાથે લગ્ન કર્યા. પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમણે મને એકલા હાથે ઉછેરવાનો અને મારી કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોને સંભાળવાનો નિર્ણય લીધો. આ નિર્ણયોથી કેટલાં હંગામા અને ચર્ચા સર્જાઈ હશે એ કલ્પના કરવી મુશ્કેલ નથી.’ ઝીનતે પોતાની મમ્મીને યાદ કરતાં લખ્યું છે, ‘મારી મમ્મીમાં ગેંડા જેવી મજબૂત ચામડી હતી અને તેમણે મને શીખવ્યું કે બીજાઓના વિચારો તેમની જવાબદારી છે... ભલે એ વિચારો મારા વિશે જ કેમ ન હોય. તેમને જાહેર ગૉસિપ અને વ્યક્તિગત હુમલા ખૂબ અશોભનીય લાગતાં હતાં અને તેઓ હંમેશાં માનતાં કે જો તમારી પાસે કંઈ સારું કહેવાનું ન હોય તો કશું ન કહેવું જ સારું. શરૂઆતમાં મેં આ વિચારો ફક્ત એટલા માટે અપનાવ્યા કારણ કે હું ‘મમ્મીની લાડકી’ હતી, પરંતુ વર્ષો પસાર થતાં મને સમજાયું કે આ વલણ કેટલું અસાધારણ અને અર્થસભર છે. ખુલ્લેઆમ કહું તો હું પણ ક્યારેક ટિપ્પણી કે મજાક કરી લઉં છું, પરંતુ હું એ બધું મારા ડ્રૉઇંગ રૂમની મર્યાદામાં જ રાખું છું. જાહેરમાં હું મારા શબ્દો વિશે સાવચેત રહું છું અને સારી રીતે જાણું છું કે હું કોઈ બીજાને નીચો ગણાવીને પોતે ઉપર જઈ શકતી નથી. આ દિવસોમાં હું મારા દિલમાં ઓછી અને ઓછી કડવાશ રાખું છું અને કોઈ કારણ વગર મળતી ટીકા સામે પણ ખૂબ શાંતિ જાળવી રાખું છું.’

ઝીનત અમાનની પોસ્ટ મુમતાઝના નિવેદનનો જવાબ



હાલમાં મુમતાઝે એક વાતચીત દરમ્યાન ઝીનત અમાનની ઍક્ટિંગ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ઝીનત અમાનને ‘સ્ટાર’ નથી માનતી. મુમતાઝે કહ્યું હતું, ‘મને ઝીનત ક્યારેય બહુ સારી ઍક્ટ્રેસ પણ નથી લાગતી અને મારી આ વાત માટે હું ઝીનત પાસે માફી પણ માગીશ. હું પૂછવા માગું છું કે ઝીનતને કેટલા અવૉર્ડ મળ્યા છે? જો આપણે દરેકને સ્ટાર કહેવા લાગીએ તો એ યોગ્ય નથી. દરેક વ્યક્તિ સ્ટાર નથી હોતી.’ મુમતાઝનું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું હતું અને ઝીનતની લેટેસ્ટ પોસ્ટ પરથી લાગે છે કે તેણે આડકતરી રીતે મુમતાઝની નેગેટિવ કમેન્ટનો આકરો જવાબ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK