અમેરિકામાં મારો આત્મા ડિપ્રેસ થઈ જાય છે અને મુંબઈમાં પ્રદૂષણને લીધે મારી હેલ્થ બગડી જાય છે
વિવેક અગ્નિહોત્રી
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી તાજેતરમાં અમેરિકાથી પાછા ફર્યા છે અને તેમની તબિયત બગડી ગઈ છે. મુંબઈના પ્રદૂષણે તેમની હાલત બગાડી નાખી છે અને આ મુદ્દે રાજકારણીઓ કંઈ બોલતા કે કરતા નથી એનો તેમના મનમાં ઉકળાટ છે.
વિવેક અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની વ્યથા ઠાલવતાં લખ્યું, ‘અમેરિકાની શૉર્ટ ટ્રિપ પરથી પાછા ફર્યા પછી મુંબઈના પ્રદૂષણને લીધે ઍલર્જી થઈ ગઈ. અમેરિકામાં મારો આત્મા ડિપ્રેસ થઈ જાય છે અને મુંબઈમાં જોખમી પ્રદૂષણને લીધે મારી તબિયત બગડી જાય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે, પણ કોઈ રાજકારણી ક્યારેય પ્રદૂષણ વિશે બોલતો નથી.’
‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વૅક્સિન વૉર’ જેવી ફિલ્મોના સર્જક વિવેક અગ્નિહોત્રી હવે ‘ધ દિલ્હી ફાઇલ્સ’ પર કામ કરી રહ્યા છે જે બે ભાગમાં રિલીઝ થશે.