Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Vijay 69 Trailer: અનુપમ ખેરે `વિજય 69` માતા દુલારીને અર્પિત કરી- મૂકી ભાવુક પોસ્ટ

Vijay 69 Trailer: અનુપમ ખેરે `વિજય 69` માતા દુલારીને અર્પિત કરી- મૂકી ભાવુક પોસ્ટ

Published : 30 October, 2024 03:28 PM | Modified : 30 October, 2024 03:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vijay 69 Trailer: ફિલ્મ વિજય 69 થકી અનુપમ ખેર તેમના માતા દુલારીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ટ્રેલરને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.

અનુપમ ખેરે શેર કરેલી પોસ્ટમાંથી સ્ક્રીન શૉટનો કોલાજ

અનુપમ ખેરે શેર કરેલી પોસ્ટમાંથી સ્ક્રીન શૉટનો કોલાજ


મિત્રો, અનુપમ ખેરની નવી ફિલ્મ ‘વિજય 69’નું ટ્રેલર (Vijay 69 Trailer) તાજેતરમાં જ લોંચ કરવામાં આવ્યું છે. જેમાં અનુપણ ખેર પોતે ચિડાયેલા સ્વભાવ સાથેના કોઈ વૃદ્ધ વ્યક્તિના રૂપે દેખાઈ રહ્યા છે. આ એક એવું પાત્ર છે જે પોતાના મોટા રાખે છે. તેમની આસપાસ જ આ ફિલ્મ ફરે છે. 


તમને જણાવી દઈએ કે આને ઓટીટી  પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવવાની છે. ખાસ જણાવી દઈએ કે આ ફિલ્મમાં અનુપમ ખેર સાથે જ ચંકી પાંડે પણ લીડ રૉલમાં જોવા મળે છે.



તેમણે સરસ પોસ્ટ મૂકતાં લખ્યું છે કે “મિત્રો! મને યાદ પણ નહોતું કે મેં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. મારી આગામી રિલીઝ ‘વિજય 69’ની માર્કેટિંગ મીટિંગ દરમિયાન મારાથી ઓછામાં ઓછા 30-40 વર્ષ નાના લોકોએ મને આ વિશે જણાવ્યું. તે ક્ષણ મને ભાવુક કરનારી હતી.”


અનુપમ ખેર દ્વારા પોતાની માતાને અનોખી શ્રદ્ધાંજલિ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)


મિત્રો, ફિલ્મ વિજય 69 (Vijay 69 Trailer) થકી અનુપમ ખેર તેમના માતા દુલારીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અત્યારે જ્યારે નેટફ્લિક્સ અને YRF એન્ટરટેનમેન્ટની ફિલ્મ ‘વિજય 69’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે ત્યારે અનુપમ ખેરે આને પોતાની માતાને શ્રદ્ધાંજલિ ગણાવી હતી.

ટ્રેલરને ભારે પ્રતિસાદ- અનુપમ ખેરે શું કહ્યું?

આ ટ્રેલર તાજેતરમાં લોન્ચલૉન્ચ કરવામાં આવ્યું છે, તે ઘડીથી જ તેને દર્શકોનો ભારે પ્રેમ મળી રહ્યો છે. આ વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં અનુપમ ખેર જણાવે છે કે, આ નવી ફિલ્મ ‘વિજય 69’ તેમના માટે અત્યંત ખાસ છે, કારણ કે તે તેમના માતા દુલારીને સમર્પિત છે. આ ફિલ્મ એક 69 વર્ષના વ્યક્તિની પ્રેરણાદાયી વાર્તાને રજૂ કરે છે. જે જીવનમાં અશક્યને શક્ય બનાવવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

તેઓ આગળ જણાવે છે કે ‘વિજય 69’ (Vijay 69 Trailer) એ મારાં માતા દુલારી માટે મારી શ્રદ્ધાંજલિરૂપે છે. જીવન પ્રત્યે તેમનો જુસ્સો અને દરેક દિવસને પૂરી ઊર્જા સાથે જીવી લેવા જેવો અભિગમ મને આજે પણ પ્રેરણા આપે છે. હું જે કંઈ છું, તે એમના કારણે જ છું. આજે મારામાં જે કદીય હાર ન માનવાનો આત્મવિશ્વાસ છે તે તેમને જ કારણે છે, તેઓએ જ મને શીખવ્યું કે જો પરિસ્થિતિઓ મુશ્કેલ હોય, તો પણ ક્યારેય પાછું ન હટવું જોઈએ.”

અનુપમ ખેર આ ફિલ્મ (Vijay 69 Trailer)માં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં જણાવે છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ મને મારી માતાની યાદ આવી ગઈ હતી. અને હું આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહિત હતો. દરરોજ શૂટિંગના સેટ પર તેમની શિખામણનું પાલન કરતો. ક્યારેય હાર ન માનવી, પોત પર વિશ્વાસ રાખવો, અને દરેક પરિસ્થિતિમાં આગળ વધવું. આ ફિલ્મ મારાં માતા અને એમના જેવા અમૂલ્ય પરંતુ અનપેક્ષિત નાયકો માટે સમર્પિત છે” મિત્રો તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘વિજય 69’નું પ્રીમિયર 8 નવેમ્બરે નેટફ્લિક્સ પર થશે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK