Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરે મૃત્યુ પહેલાં પોતાના અંતિમ સંસ્કાર માટે ભેગાં કરી રાખ્યાં હતાં ૧૨ મણ સૂકાં લાકડાં

નાના પાટેકરે મૃત્યુ પહેલાં પોતાના અંતિમ સંસ્કાર માટે ભેગાં કરી રાખ્યાં હતાં ૧૨ મણ સૂકાં લાકડાં

Published : 09 October, 2026 11:21 AM | Modified : 09 October, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૃત્યુના બે-ચાર દિવસ પછી કોઈ યાદ નથી રાખતું એમ કહીને પરિવારજનો સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમની કોઈ તસવીર ન લગાડવામાં આવે

નાના પાટેકરનું ગઈ કાલે કાર્ડિઍક અરેસ્ટને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે

અલવિદા નાના

નાના પાટેકરનું ગઈ કાલે કાર્ડિઍક અરેસ્ટને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે


નાના પાટેકરનું ગઈ કાલે કાર્ડિઍક અરેસ્ટને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર બાદ તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં આવ્યો છે જેમાં તેમણે પોતાના મૃત્યુ અને અંતિમ સંસ્કારની તૈયારી વિશે ખૂબ જ સ્પષ્ટ રીતે વાત કરી હતી. ૨૦૨૩માં ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ના પ્રમોશન દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે તેમને મૃત્યુનો ડર નથી અને તેઓ જાણે છે કે એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે તેમ જ તેમણે એ માટે તૈયારીના ભાગરૂપે ૧૨ મણ લાકડાં પણ અલગ રાખ્યાં છે.

પોતાના મૃત્યુ વિશે વાત કરતાં નાના પાટેકરે કહ્યું હતું કે ‘મને ખબર છે કે મૃત્યુ પછી મને માત્ર ૧૨ મણ લાકડાંની જરૂર પડશે. આ જ મારી છેલ્લી મિલકત છે. આટલું લઈને જ હું જવાનો છું. આ કારણે મેં મારા અંતિમ સંસ્કાર માટે સૂકાં લાકડાં અલગથી રાખી મૂક્યાં છે. મેં મારા પરિવારજનો અને નજીકના લોકોને સૂચના આપી છે કે મને એમાં જ બાળજો અને ભીનાં લાકડાંનો ઉપયોગ ન કરતા. ભીનાં લાકડાં સળગાવવાથી ધુમાડો વધારે થશે અને અંતિમ સંસ્કારમાં હાજર લોકોની આંખોમાંથી આંસુ આવવા લાગશે. આવી સ્થિતિમાં ખરેખર કોણ દુઃખના કારણે રડી રહ્યું છે અને કોની આંખોમાં ધુમાડાના કારણે પાણી આવી રહ્યું છે એ સમજવું મુશ્કેલ બની જશે.’



નાના પાટેકરે મૃત્યુ બાદ પોતાની તસવીરો લગાવવામાં ન આવે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. પોતાની આ ઇચ્છા જણાવતાં કહ્યું હતું કે ‘મૃત્યુના બે-ચાર દિવસ પછી કોઈ વ્યક્તિને યાદ રાખતું નથી એટલે મેં પરિવારજનોને મૃત્યુ બાદ મારી તસવીરો ન લગાવવા માટે કહી દીધું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK