નર્ગિસ ફખરીએ હાલમાં તેના ફિટનેસ રૂટીન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે વર્ષમાં બે વખત સતત નવ દિવસ સુધી ઉપવાસ કરે છે
નર્ગિસ ફખરી
નર્ગિસ ફખરીએ હાલમાં તેના ફિટનેસ રૂટીન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે વર્ષમાં બે વખત સતત નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને ફક્ત પાણી પીએ છે. પોતાના આ ફિટનેસ-સીક્રેટ વિશે વાત કરતાં નર્ગિસે કહ્યું કે ‘હું વર્ષમાં બે વાર ઉપવાસ કરું છું. નવ દિવસ સુધી કંઈ ખાતી નથી, ફક્ત પાણી પીઉં છું. આ ખૂબ મુશ્કેલ છે પરંતુ મારો અનુભવ છે કે આ કર્યા પછી હું બહુ સુંદર લાગું છું. મારી જો-લાઇન આકારમાં આવી જાય છે. ચહેરો ચમકી ઊઠે છે. જોકે હું બધાને આની ભલામણ નહીં કરું.
દરેક વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થવા ઇચ્છે છે, પરંતુ કોઈ ઝડપથી સ્વસ્થ થતું નથી. સ્વાસ્થ્ય ઘણી બાબતોનું કૉમ્બિનેશન હોય છે અને મારા માટે આનો મહત્ત્વનો ભાગ એ સારી ઊંઘ છે. હું રાત્રે લગભગ આઠ કલાક સૂવું છું. હું હાઇડ્રેટેડ રહેવાનો પણ પ્રયાસ કરું છું. આ સિવાય પણ હું સમજી-વિચારીને ખોરાકની પસંદગી કરું છું. હું એવો ખોરાક જ લઉં છું જે પૌષ્ટિક હોય અને જેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય.’

