નસીરુદ્દીન શાહે ફેસબુક પર લખ્યું છે કે, `હું દિલજીત દોસાંઝ સાથે મજબૂત રીતે ઉભો છું. જુમલા પાર્ટીનો ગંદો વિભાગ તેના પર હુમલો કરવાની તક શોધી રહ્યો હતો. તેઓ માને છે કે આખરે તેમને તક મળી ગઈ. તે ફિલ્મના કાસ્ટિંગ માટે જવાબદાર ન હતો પરંતુ તેનો દિગ્દર્શક હતો
હાનિયા આમિર દિલજીત દોસાંઝ અને નસીરુદ્દીન શાહ
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પોતાના નિવેદનો નિખાલસપણે વ્યક્ત કરવા માટે અનેક વખત વિવાદમાં સપડાયા છે. તાજેતરમાં ફરી એક વખત નસીરુદ્દીન શાહે પાકિસ્તાની કલાકારનો સપોર્ટ કરવાને લીધે ચર્ચા શરૂ કરી છે, જેથી તેમને ઘણા લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
નસીરુદ્દીન શાહ પંજાબી સિંગર અને ઍકટર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સરદારજી 3’ સાથે જોડાયેલા વિવાદમાં કૂદી પડ્યા છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ લખીને દિલજીત દોસાંઝની ફિલ્મને ટેકો આપ્યો છે. નસીરે લખ્યું છે કે દિલજીત ફિલ્મમાં હાનિયા આમિર (પાકિસ્તાની અભિનેત્રી)ને લેવા માટે સંમત થયો કારણ કે તેનું મન ઝેરથી ભરેલું નહોતું. તેમણે લખ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં પોતાના મિત્રોને મળતા રહેશે અને જે કોઈ તેમને પાકિસ્તાન મોકલવા માગે છે તેઓએ પોતે કૈલાસા જવું જોઈએ.
ADVERTISEMENT
નસીરુદ્દીન આ વિવાદ પર ગુસ્સે થયા
નસીરુદ્દીન શાહે ફેસબુક પર લખ્યું છે કે, `હું દિલજીત દોસાંઝ સાથે મજબૂત રીતે ઉભો છું. જુમલા પાર્ટીનો ગંદો વિભાગ તેના પર હુમલો કરવાની તક શોધી રહ્યો હતો. તેઓ માને છે કે આખરે તેમને તક મળી ગઈ. તે ફિલ્મના કાસ્ટિંગ માટે જવાબદાર ન હતો પરંતુ તેનો દિગ્દર્શક હતો. પરંતુ કોઈને ખબર નથી કે દિગ્દર્શક કોણ છે જ્યારે દુનિયા દિલજીતને જાણે છે અને તે કાસ્ટિંગ માટે સંમત થયો કારણ કે તેનું મન ઝેરથી ભરેલું નથી. આ ગુંડાઓ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેની વ્યક્તિગત વાતચીત પણ બંધ થાય. મારા કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રો ત્યાં છે અને તેમને મળવાથી અને તેમને પ્રેમ મોકલવાથી મને કોઈ રોકી શકે નહીં. જે લોકો મને `પાકિસ્તાન જવા` કહેવા માગે છે, તેમનો જવાબ છે, `કૈલાસ જાઓ`.
લોકોએ નસીરુદ્દીન શાહને આપ્યો જવાબ
લોકો નસીરુદ્દીન શાહની પોસ્ટ પર ઘણું લખી ટીકા કરી રહ્યા છે. એકે લખ્યું છે, જ્ઞાન માટે આભાર પરંતુ દિલજીતની કો-સ્ટાર હાનિયા આમિરે ભારત વિરોધી અને ભારતીય સેના વિરોધી અનેક નિવેદનો આપ્યા છે અને તે લોકોને આ ફિલ્મનો બહિષ્કાર કરવાનો અધિકાર છે. બીજાએ લખ્યું છે, તમે દિલજીતને સમર્થન આપી શકો છો પરંતુ પહલગામ હુમલા દરમિયાન પાકિસ્તાની કલાકારોએ શું કહ્યું તે વાંચ્યું છે? કેટલાક લોકો નસીરુદ્દીન શાહના સમર્થનમાં પણ લખી રહ્યા છે. એકે લખ્યું છે, નસીરુદ્દીન શાહ તમે બિલકુલ સાચા છો પણ મને કહો, શું ભારતમાં કલાકારોની અછત છે? કાસ્ટિંગ માટે પાકિસ્તાન પર આધાર રાખવો એ કાયરતા છે. તમારા શુભેચ્છકોને મળવા અને બીજા દેશ સાથે શૂટિંગ કરવું એ અલગ બાબતો છે.

