૪૬ વર્ષ પહેલાં નીતુ સિંહ અને રિશી કપૂરે એકબીજાને જીવનભર માટે પોતાના જીવનસાથી તરીકે સ્વીકાર્યાં હતાં
લગ્ન પહેલાં પણ બન્નેએ સાથે મળીને ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું
દિવંગત અભિનેતા રિશી કપૂર અને નીતુ સિંહની ગઈ કાલે ૪૬મી ઍનિવર્સરી હતી. આ ખાસ અવસર પર નીતુ સિંહે પોતાના પતિ સાથે જોડાયેલી એક યાદગાર ફિલ્મનું ગીત શૅર કરીને પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરી છે.
૪૬ વર્ષ પહેલાં નીતુ સિંહ અને રિશી કપૂરે એકબીજાને જીવનભર માટે પોતાના જીવનસાથી તરીકે સ્વીકાર્યાં હતાં. લગ્ન પહેલાં પણ બન્નેએ સાથે મળીને ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં ફિલ્મમેકર યશ ચોપડાની લોકપ્રિય ફિલ્મ ‘દૂસરા આદમી’ પણ સામેલ છે. આ ફિલ્મમાં એક પ્રખ્યાત ગીત હતું ‘જાન મેરી ક્યોં રૂઠ ગઈ’. આ ગીતનો વિડિયો નીતુ સિંહે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યો છે અને રિશી કપૂરને યાદ કર્યા છે. નીતુની આ પોસ્ટ પરથી એવો અહેસાસ થાય છે તે આજે પણ પતિ રિશી કપૂરને ખૂબ યાદ કરે છે અને તેને ભૂલી શકી નથી.
ADVERTISEMENT
રિશી કપૂર અને નીતુ સિંહ અભિનીત ફિલ્મ ‘દૂસરા આદમી’ ૧૯૭૭માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને સફળ સાબિત થઈ હતી. આ સમય દરમ્યાન નીતુ અને રિશી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.


