કિઆરા આ લુકમાં ખૂબ જ એનર્જેટિક લાગી રહી હતી
કિઆરા અડવાણી
કિઆરા અડવાણીએ ૧૫ જુલાઈએ દીકરીને જન્મ આપ્યો હતો. મમ્મી બન્યા પછી કિઆરા પહેલી વખત જાહેરમાં શૉર્ટ્સ-શર્ટના ગ્લૅમરસ લુકમાં જોવા મળી છે. કિઆરાએ દીકરીને જન્મ આપ્યાના પાંચ જ મહિનામાં પોતાનું વધારાનું વજન ઉતારીને પહેલાં જેવી જ ફિટનેસ મેળવી લીધી છે. કિઆરાએ આ આઉટફિટ સાથે હળવો મેકઅપ કર્યો હતો અને પોનીટેલ હેરસ્ટાઇલ અપનાવી હતી. કિઆરા આ લુકમાં ખૂબ જ એનર્જેટિક લાગી રહી હતી.


