Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણને મળી ગઈ વિદેશમાં સેન્સર બોર્ડની મંજૂરી

રામાયણને મળી ગઈ વિદેશમાં સેન્સર બોર્ડની મંજૂરી

Published : 16 October, 2026 09:41 AM | Modified : 16 October, 2026 10:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂર અને યશની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રથમ ભાગને વિદેશમાં સેન્સર બોર્ડની મંજૂરી મળી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકા ખાતે ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ના પ્રથમ ભાગની સેન્સર-પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂર અને યશની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રથમ ભાગને વિદેશમાં સેન્સર બોર્ડની મંજૂરી મળી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકા ખાતે ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ના પ્રથમ ભાગની સેન્સર-પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મોશન પિક્ચર અસોસિએશને રણબીર કપૂરની આ પૌરાણિક ફિલ્મને PG-13 સેન્સર રેટિંગ આપ્યું છે. આ રેટિંગ ભારતમાં આપવામાં આવતા U/A રેટિંગને મળતું આવે છે. એનો અર્થ એ છે કે ફિલ્મમાં કેટલીક એવી સામગ્રી હોઈ શકે છે જે ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે યોગ્ય ન હોય.

‘રામાયણ’ની રિલીઝ-ડેટની વાત કરીએ તો હિન્દી સિનેમાની આ ફિલ્મ વિશ્વભરનાં થિયેટરોમાં પાંચમી નવેમ્બરે રિલીઝ થવાની છે. મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણ કલાકથી વધુના સમયગાળા સાથે મંજૂરી આપવામાં આવી છે અને ફિલ્મના પ્રથમ ભાગનો સમયગાળો ૩ કલાક અને ૧૫ મિનિટનો છે. જોકે કેટલાક રિપોર્ટ પ્રમાણે ફિલ્મની અંગ્રેજી આવૃત્તિ થોડી ટૂંકી હોઈ શકે છે અને એનો સમયગાળો આશરે ૨ કલાક અને ૪૫ મિનિટનો હોઈ શકે છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK