Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણની ઑસ્કર 2027ની રેસમાં એન્ટ્રી

રામાયણની ઑસ્કર 2027ની રેસમાં એન્ટ્રી

Published : 12 November, 2026 11:42 AM | Modified : 12 November, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિપોર્ટ પ્રમાણે ફિલ્મના નિર્માતાઓએ ‘રામાયણ: પાર્ટ ૧’ને ૯૯મા ઍકૅડેમી અવૉર્ડ્સમાં વિચારણા માટે મોકલી છે. ખાસ વાત એ છે કે આ જ વર્ષે મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને ભારત તરફથી ઑસ્કરની ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરી માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને રવિ દુબેની આ ફિલ્મનાં ઍક્શન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એડિટિંગ અને ડિરેક્શનનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. ‘રામાયણ’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવવાની સાથે ઑસ્કર ૨૦૨૭ની રેસમાં પણ સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ ૯૯મા ઍકૅડેમી અવૉર્ડ્સની સ્પર્ધામાં સામેલ થઈ છે.

રિપોર્ટ પ્રમાણે ફિલ્મના નિર્માતાઓએ ‘રામાયણ: પાર્ટ ૧’ને ૯૯મા ઍકૅડેમી અવૉર્ડ્સમાં વિચારણા માટે મોકલી છે. ખાસ વાત એ છે કે આ જ વર્ષે મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને ભારત તરફથી ઑસ્કરની ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરી માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ‘રામાયણ’ પણ આ કૅટેગરીથી અલગ અન્ય કૅટેગરીમાં ઑસ્કર માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. જોકે એનો અર્થ એવો નથી કે ભારતની અન્ય ફિલ્મો ઑસ્કરની રેસમાં સામેલ થઈ શકતી નથી.



ભારતની સત્તાવાર એન્ટ્રી વિના રામાયણ કેવી રીતે પહોંચી શકે ઑસ્કર સુધી?


કોઈ પણ દેશની ફિલ્મ ઑસ્કરની ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરી ઉપરાંત અન્ય કૅટેગરીમાં પણ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે આ માટે ફિલ્મે ઍકૅડેમીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમો અનુસાર ફિલ્મને અમેરિકાના કોઈ નિર્ધારિત શહેરમાં સતત ઓછામાં ઓછા ૭ દિવસ સુધી થિયેટરમાં પ્રદર્શિત કરવી આવશ્યક છે. આ ઉપરાંત ફિલ્મે ઍકૅડેમીની અન્ય શરતો પણ પૂર્ણ કરવી પડશે. તમામ નિયમોનું પાલન થયા બાદ ફિલ્મના નિર્માતાઓ અથવા વિતરકો ઑસ્કર માટે જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે છે. ત્યાર બાદ ફિલ્મને અવૉર્ડ માટે પસંદગીની વિચારણા હેઠળ લેવામાં આવી શકે છે. બીજી તરફ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીના નિયમો અલગ છે. આ કૅટેગરીમાં દરેક દેશ પોતાના તરફથી માત્ર એક જ ફિલ્મને સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK