ગયા મહિને, એક સત્તાવાર નિવેદનમાં, રાષ્ટ્રીય મહિલા આયોગે અવલોકન કર્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ, કન્ટેન્ટ જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય ન્યાય સંહિતા, માહિતી ટૅકનોલોજી અધિનિયમ અને POCSO કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી જણાય છે.
સંજય દત્ત અને નોરા ફતેહી
કન્નડ ફિલ્મ ‘KD: The Devil’નું `સરકે ચુનર તેરી સરકે’ ગીત રિલીઝ થયા પછી તરત જ એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. નોરા ફતેહી અને સંજય દત્તને સ્ટારર આ ગીતના શબ્દો અને કોરિયોગ્રાફીની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ, ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાના આરોપોને લગતા વિવાદને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ નોરા ફતેહી, સંજય દત્ત અને અન્ય કલાકારોને સમન્સ પાઠવ્યા હતા. સોમવાર, 27 એપ્રિલના રોજ, સંજય દત્ત રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થયો અને માફી માગી.
સંજય દત્ત સોમવારે બપોરે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ની ઓફિસમાં વકીલ સાથે પહોંચ્યો. સમન્સ પાઠવવામાં આવ્યા બાદ. સમાચાર એજન્સી ANI અનુસાર, અભિનેતાના વકીલે જણાવ્યું હતું કે, "સંજય દત્ત આજે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. મહિલાઓ અને આયોગ પ્રત્યેના ઊંડા આદરને કારણે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ગીતના શબ્દોથી અજાણ હતા; તેમ છતાં, પૂર્વગ્રહ વિના, તેમણે બિનશરતી માફી માગી હતી અને સ્વેચ્છાએ આદિવાસી સમુદાયના 50 બાળકોનો શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું.” તેણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રૅકોર્ડિંગ સમયે, ગીત અલગ ભાષામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું."
ADVERTISEMENT
રાષ્ટ્રીય મહિલા આયોગનું નિવેદન
ગયા મહિને, એક સત્તાવાર નિવેદનમાં, રાષ્ટ્રીય મહિલા આયોગે અવલોકન કર્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ, કન્ટેન્ટ જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય ન્યાય સંહિતા, માહિતી ટૅકનોલોજી અધિનિયમ અને POCSO કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી જણાય છે. "રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રીય મહિલા આયોગે અશ્લીલ કન્ટેન્ટની હાજરીનો આરોપ લગાવતા મીડિયા અહેવાલોનું સ્વયં ધ્યાન લીધું છે."
`સરકે ચુનાર તેરી સરકે` ગીતનો વીડિયો બૅન કર્યો
આ ગીતનો વીડિયો હવે યુટ્યુબ પરથી હટાવવામાં આવ્યો છે. ફિલ્મના ઑફિશિયલ મ્યુઝિક સંગીત પાર્ટનર આનંદ ઑડિઓએ હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડમાં ટ્રૅક અપલોડ કર્યો હતો.
નોરા ફતેહીએ માફી માગી
ગયા મહિને, નોરાએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદને સંબોધિત એક વીડિયો પોસ્ટ કરી હતી. કૅપ્શનમાં, અભિનેત્રી-ડાન્સરે લખ્યું, "હું નથી ઇચ્છતી કે કોઈ એવું વિચારે કે હું આને સમર્થન આપું છું. આ દબાણને કારણે થયેલી ટીકા બદલ આભાર; સદનસીબે, ફિલ્મ નિર્માતાઓએ તેને દૂર કરી દીધું છે." આ ગીતને સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકારણીઓ બન્ને તરફથી ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે.
