ઍક્ટ્રેસ નોરા ફતેહી અને મૉરોક્કોની ફુટબૉલ ટીમનો કૅપ્ટન અશરફ હકીમી તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. બન્નેના ડેટિંગની ચર્ચા થઈ રહી છે પણ આમ છતાં આ સમગ્ર મામલે બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા નથી કરી.
મૉરોક્કોની ફુટબૉલ ટીમના કૅપ્ટન અશરફ હકીમી સાથે રિલેશનશિપમાં છે નોરા ફતેહી?
ઍક્ટ્રેસ નોરા ફતેહી અને મૉરોક્કોની ફુટબૉલ ટીમનો કૅપ્ટન અશરફ હકીમી તેમની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. બન્નેના ડેટિંગની ચર્ચા થઈ રહી છે પણ આમ છતાં આ સમગ્ર મામલે બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા નથી કરી.
હકીકતમાં નોરા તાજેતરમાં મૉરોક્કો ગઈ હતી. ત્યાં તેણે સ્ટેડિયમમાં બેસીને આફ્રિકા કપ ઑફ નેશન્સની એક મૅચ જોઈ હતી. તેણે સોશ્યલ મીડિયા પર મૉરોક્કો ટીમની જીતની ઉજવણી કરતી પોસ્ટ્સ શૅર કરી હતી ત્યારથી ચર્ચા શરૂ થઈ હતી કે નોરા કોઈ ફુટબૉલર સાથે રિલેશનશિપમાં છે. એ પછી મૉરોક્કોના સ્ટાર ફુટબૉલર અશરફ હકીમીએ નોરાની આ પોસ્ટને લાઇક કરી હતી. હવે નોરા અને અશરફ હકીમીની રિલેશનશિપ ચર્ચામાં છે.
ADVERTISEMENT
કોણ છે અશરફ હકીમી?
૨૭ વર્ષનો અશરફ હકીમી ફ્રાન્સની ક્લબ પૅરિસ સેન જર્મેઇન માટે રમે છે. સ્પેનના મેડ્રિડમાં જન્મેલો અશરફ હકીમી આંતરરાષ્ટ્રીય સ્તરે મૉરોક્કો ટીમ માટે રમે છે અને ટીમનો કૅપ્ટન પણ છે. ૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપમાં મૉરોક્કોને સેમી ફાઇનલ સુધી પહોંચાડવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. મૉરોક્કો આ સિદ્ધિ મેળવનાર પહેલી આફ્રિકન ટીમ બની હતી.
અશરફ હકીમીએ અગાઉ સ્પૅનિશ અભિનેત્રી હિબા અબુક સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્ન ૨૦૨૦થી ૨૦૨૩ સુધી રહ્યાં હતાં અને ૨૦૨૩માં તેમના છૂટાછેડા થયા હતા. તેને આમીન અને નઇમ નામના બે દીકરા છે.


