રિપોર્ટ પ્રમાણે લીડ રોલમાં રહેલા શાહિદ કપૂરે આ ફિલ્મ માટે ૪૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે
‘ઓ રોમિયો’ તેરમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે
શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ‘ઓ રોમિયો’ તેરમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહિદ કપૂર ગૅન્ગસ્ટર હુસેન ઉસ્તરાના રોલમાં જોવા મળશે, જ્યારે તૃપ્તિ ડિમરી ગૅન્ગસ્ટર સપના દીદીનું પાત્ર ભજવી રહી છે. ‘ઓ રોમિયો’ એ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. આ ફિલ્મમાં નાના પાટેકર, ફરીદા જલાલ, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, દિશા પાટની અને અરુણા ઈરાની નજરે પડશે. વિક્રાન્ત મેસીનો ફિલ્મમાં કૅમિયો છે. હવે ફિલ્મની રિલીઝ પહેલાં એમાં કામ કરવા માટે કલાકારોએ લીધેલી ફીની માહિતી મળી છે.
રિપોર્ટ પ્રમાણે લીડ રોલમાં રહેલા શાહિદ કપૂરે આ ફિલ્મ માટે ૪૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, જેનાથી તે ફિલ્મનો સૌથી વધુ ફી લેનાર ઍૅક્ટર બની ગયો છે અને તેની સામે લીડ રોલ કરી રહેલી તૃપ્તિ ડિમરીને ૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ફિલ્મ માટે અવિનાશ તિવારીને સાત કરોડ રૂપિયા જ્યારે દિશા પાટનીને બે કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. સિનિયર ઍક્ટર નાના પાટેકરને આ ફિલ્મ માટે ૪ કરોડ રૂપિયા ચૂકવાયા છે, જે શાહિદ કપૂરની ફી કરતાં લગભગ ૯૧.૧૧ ટકા ઓછી છે. વિક્રાન્ત મેસીને કૅમિયો માટે કેટલી રકમ મળી છે એ વિશે કોઈ માહિતી સામે આવી નથી.


