આ અઠવાડિયે OTT પર જુઓ આ ફિલ્મો
`ધ રાજાસાબ`નું પોસ્ટર
ધ રાજાસાબ
‘ધ રાજાસાબ’ એક એવા યુવાનની કહાની છે જેને એકાએક એક દિવસ પોતાની શાહી વંશપરંપરા વિશે જાણ થાય છે. પરિવારની વારગાથા શોધવાની તેની સફર તેને પોતાના દાદાજીની શોધ કરતી વખતે એક ભયાનક અને ભૂતિયા હવેલી સુધી લઈ જાય છે. આ હવેલીમાં પહોંચ્યા બાદ તે અલૌકિક દુનિયામાં ખેંચાઇ જાય છે. આ ફિલ્મની વાર્તા રહસ્ય અને થ્રિલથી ભરેલી છે. ‘ધ રાજાસાબ’ શુક્રવારથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
કિસ કિસકો પ્યાર કરું 2
કપિલ શર્માની આ કૉમેડી ફિલ્મમાં એક યુવક પોતાની જિંદગીના પ્રેમ સાથે લગ્ન કરવાની કોશિશમાં તે એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, જ્યાં તેનાં લગ્ન એક અલગ જ યુવતી સાથે થઈ જાય છે. વાત અહીં અટકતી નથી, કારણ કે તે પરિસ્થિતિવશ અલગ-અલગ ધર્મોની ત્રણ મહિલાઓ સાથે લગ્ન કરી લે છે. આ ગૂંચવણભરી પરિસ્થિતિને કારણે જે કૉમેડીનું નિર્ણાણ થાય છે તે દર્શકોને ભરપૂર મનોરંજન કરે છે. ‘કિસ કિસકો પ્યાર કરું 2’ શુક્રવારથી જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
શબદ - રીત ઔર રિવાજ
‘શબદ - રીત ઔર રિવાજ’ એક ઇમોશનલ સ્ટોરી છે, જેમાં પરિવારની પરંપરા અને વ્યક્તિગત સપનાં વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. હરમિન્દર ઈચ્છે છે કે તેનો પુત્ર ઘુપ્પી પણ ગાયક બની પરિવારની પરંપરાને આગળ વધારે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે ઘુપ્પી ફૂટબોલર બનવા માગે છે ત્યારે તે નિરાશ થઈ જાય છે. પિતા અને પુત્રના અલગ-અલગ સપનાંને કારણે તેમની વચ્ચે મતભેદ ઊભા થાય છે. આ સિરીઝ શુક્રવારથી ઝી5 પર સ્ટ્રીમ થશે.


