OTT પર આવી રહી છે ‘સ્પેસ જિન : ચંદ્રયાન’ એક સિરીઝ છે
`તેરે ઇશ્ક મેં`નું પોસ્ટર
તેરે ઇશ્ક મેં
‘તેરે ઇશ્ક મેં’ એક રોમૅન્ટિક ઍક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં ધનુષ અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા શંકર નામના એક ગુસ્સાવાળા વિદ્યાર્થી નેતાને કેન્દ્રમાં રાખે છે, જેને રિસર્ચર મુક્તિ પોતાની થીસિસ માટે પસંદ કરે છે. શંકરને મુક્તિ સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ જ્યારે મુક્તિ તેને છોડીને ચાલી જાય છે ત્યારે તે ઍરફોર્સમાં પાઇલટ બની જાય છે. ૭ વર્ષ બાદ બન્ને ફરી મળે છે, જ્યાં પ્રેમ અને બદલા જેવી લાગણીઓ જન્મ લે છે. આ સુપરહિટ ફિલ્મને તમે કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી શકો છો.
ADVERTISEMENT
ગુસ્તાખ ઇશ્ક
‘ગુસ્તાખ ઇશ્ક’ હિન્દી રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં નવાબુદ્દીનનું પાત્ર ભજવી રહેલો વિજય વર્મા ૧૯૯૦ના દાયકાના ભારતમાં પોતાના અવસાન પામેલા પિતાના નુકસાનમાં ચાલતા પ્રિન્ટિંગ પ્રેસને બચાવવા માટે એક એકાંતપ્રિય કવિ અઝીઝ બેગ એટલે કે નસીરુદ્દીન શાહની રચનાઓ પ્રકાશિત કરવાની કોશિશ કરે છે. આ દરમ્યાન નવાબુદ્દીનને અઝીઝ બેગની છૂટાછેડા લીધેલી દીકરી મિની એટલે કે ફાતિમા સના શેખ સાથે પ્રેમ થઈ જાય છે જેને કારણે તેને પ્રેમ, વફાદારી અને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે પસંદગી કરવી પડે છે. આ ફિલ્મ આવતી કાલથી જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.
સ્પેસ જેન : ચંદ્રયાન
‘સ્પેસ જિન : ચંદ્રયાન’ એક સિરીઝ છે જે ચંદ્રયાન-2ની નિષ્ફળતાથી લઈને ચંદ્રયાન-3ના ચંદ્ર મિશનમાં મળેલી સફળતા સુધી ઇસરોની સફર પર આધારિત છે. આ સિરીઝમાં નકુલ મહેતા અને શ્રિયા સરન મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ સિરીઝ આવતી કાલથી જિયો હૉટસ્ટાર પર જોઈ શકાશે.


