તાજેતરમાં જ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ઓટીટી પ્લેટફૉર્મ્સના વધતા પ્રભાવથી થિયેટરનું મહત્ત્વ ઘટી જશે? તો તેણે આ મામલે સ્પષ્ટતાથી કોઈપણ પ્રકારના ખચકાટ વગર જવાબ આપ્યો.
પલ્લવી જોશી (તસવીર સૌજન્ય પીઆર)
પલ્લવી જોશી એક જાણીતી નિર્માતા અને અભિનત્રી છે, જેણે હંમેશાં દર્શકો સામે દળદાર અને વિચારવા માટે મજબૂર કરી દે તેવા પાત્રો અને ફિલ્મો રજૂ કરી છે. એન્ટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તે અમુક પસંદગી પામેલ વ્યક્તિત્વોમાંની એક છે જે કોઈપણ પ્રકારના ખચકાટ વગર પોતાની વાત કહેવા માટે જાણીતી છે. તાજેતરમાં જ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ઓટીટી પ્લેટફૉર્મ્સના વધતા પ્રભાવથી થિયેટરનું મહત્ત્વ ઘટી જશે? તો તેણે આ મામલે સ્પષ્ટતાથી કોઈપણ પ્રકારના ખચકાટ વગર જવાબ આપ્યો.
તાજેતરમાં જ મરાઠીના એક પેનલ ડિસ્કશન દરમિયાન પલ્લવી જોશીને પૂછવામાં આવ્યું કે શું ડિજિટલના જમાનામાં દર્શકોનું ઘટતું અટેન્શન સ્પેનને કારણે ભવિષ્યમાં થિયેટરોનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે? આ બાબતે પલ્લવી જોશીએ ખૂબ જ રસપ્રદ અને ઊંડી વાત કહી. તેમણે કહ્યું, "સમુદ્રને ક્યારેય ડર નથી લાગતો કે તેમાં કેટલી નદીઓ મળવા આવી રહી છે. તે જ રીતે, ભારતીય સિનમાને ક્યારેય ઓટીટી કે 30 સેકેન્ડની ઈન્સ્ટાગ્રામ રીલ્સથી નાની નહીં કરી શકાય." તેમણે આગળ કહ્યું કે થિયેટરમાં ફિલ્મ જોવાનો જે અનુભવ હોય છે, તે મોબાઈલ સ્ક્રીન પર ક્યારેય મળી શકતો નથી. "જો આપણે મોટી અને દળદાર સ્ટોરીઝ પર ધ્યાન આપીશું, તો લોકો પોતે થિયેટર તરફ આકર્ષાઈને આવશે."
ADVERTISEMENT
આ સિવાય પલ્લવી જોશી ટૂંક સમયમાં જ વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ધ દિલ્હી ફાઈલ્સ: ધ બંગાલ ચૅપ્ટરમાં જોવા મળશે. આ ફિલ્મને અભિષેક અગ્રવવાલ અને પલ્લવી જોશીએ મળીને પ્રૉડ્યૂસ કરી છે. તો, આને તેજ નારાયણ અગ્રવાલ અને આઈ એમ બુદ્ધા પ્રૉડક્શન્સના બેનર હેઠળ પ્રેઝેન્ટ કરવામાં આવી રહી છે.
એક નિર્માતા તરીકે, પલ્લવી જોશીએ સતત પ્રભાવશાળી ફિલ્મો આપી છે. તેમના પ્રોજેક્ટ્સ સમાજમાં પરિવર્તન લાવવાના હેતુથી બોલ્ડ અને હિંમતવાન વાર્તાઓ રજૂ કરે છે. પ્રસિદ્ધિથી દૂર પણ, તે પોતાના ગહન અને પ્રેરણાદાયી દ્રષ્ટિકોણથી ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવી રહી છે. આ વર્ષ પૂરું થઈ રહ્યું છે, ચાલો આપણે એ ક્ષણોને યાદ કરીએ જ્યારે પલ્લવી જોશીએ નિર્માતા તરીકે સિનેમાને એક નવી દિશા આપી હતી.
આરોહણ: પલ્લવી જોશીએ ભારતીય ટેલિવિઝન સિરીઝ આરોહણ લખી અને તેનું નિર્માણ કર્યું, જે ૧૯૯૬-૧૯૯૭ દરમિયાન ડીડી નેશનલ પર પ્રસારિત થઈ હતી. આરોહણ એક કાલ્પનિક દૃશ્ય પર સેટ છે જ્યાં મહિલાઓ ભારતીય નૌકાદળમાં કેડેટ તરીકે જોડાય છે. આ શો દ્વારા, પલ્લવીએ મહિલા સશક્તિકરણનો વિષય ઉઠાવ્યો, કારણ કે તે સમયે મહિલાઓને ભારતીય નૌકાદળમાં લડાયક દળોમાં જોડાવાની મંજૂરી નહોતી.
ધ કાશ્મીર ફાઇલ્સ: આ ફિલ્મ ૧૯૯૦માં ભારત-શાસિત કાશ્મીરમાંથી કાશ્મીરી હિન્દુઓના હિજરત પર કેન્દ્રિત છે. આ ફિલ્મ આ ઘટનાઓને નરસંહાર તરીકે રજૂ કરે છે, જે વિદ્વાનોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. પલ્લવી જોશીના સમર્થનથી, આ ફિલ્મે આ હકીકતોને દબાવતી મૌન તોડી. આ હૃદયસ્પર્શી વાર્તાએ રાષ્ટ્રને હચમચાવી નાખ્યું અને એવા સત્યો સામે લાવ્યા જે પહેલાં ક્યારેય ખુલ્લા નહોતા પડ્યા.
તાશ્કંદ ફાઇલ્સ: તાશ્કંદ ફાઇલ્સમાં, પલ્લવી જોશીએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે આ વિષય ઘણા કાવતરાઓનું કેન્દ્ર રહ્યો છે, ત્યારે ફિલ્મ આ મુદ્દા પર ઊંડો પ્રકાશ પાડે છે. ફિલ્મમાં પલ્લવી જોશીની ભૂમિકા અને કલાકારોના ઉત્તમ અભિનયને કારણે તે ફિલ્મ ખૂબ જ હિટ બની હતી. આ ફિલ્મને બે રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા હતા.
ટ્રાફિક જામમાં બુદ્ધ: આ ફિલ્મ શિક્ષણ, ભ્રષ્ટાચાર અને માઓવાદ વચ્ચેના જટિલ સંબંધો પર કેન્દ્રિત છે. પલ્લવી જોશી ટ્રાફિક જામમાં બુદ્ધ દ્વારા એક જટિલ પણ સર્જનાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તેમનો અભિનય અને ફિલ્મનો સંદેશ દર્શકો પર ઊંડી અસર છોડવામાં સફળ રહ્યો.
ધ દિલ્હી ફાઇલ્સ: હિંમતભરી વાર્તાઓના પોતાના વારસાને ચાલુ રાખતા, પલ્લવી જોશી ધ દિલ્હી ફાઇલ્સ લઈને આવી રહી છે. આ ફિલ્મ ૧૯૪૦ના દાયકામાં લેવાયેલા રાજકીય નિર્ણયો અને ખાસ કરીને બંગાળે ભોગવેલી વેદનાઓને દર્શાવે છે. વ્યાપક સંશોધન પર આધારિત આ ફિલ્મનું નિર્માણ ચાલી રહ્યું છે અને તે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રિલીઝ થવાની છે.

