Thane Water Cut: થાણેના અમુક વિસ્તારોમાં શુક્રવાર, ૨ મે ના રોજ સવારે ૯ વાગ્યાથી શનિવાર, ૩ મે ના રોજ સવારે ૯ વાગ્યા સુધી પાણી નહીં આવે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીકાપ (Water Cut)ની સમસ્યા જોવા મળી રહી છે. હવે થાણે (Thane)માં કેટલાક વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં આવે (Thane Water Cut) અથવા તો પાણી પુરવઠો પ્રભાવિત થશે
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે જિલ્લાના કેટલાક ભાગોમાં જાળવણી કાર્યને કારણે ૨ અને ૩ મે ૨૦૨૫ના રોજ પાણી પુરવઠો પ્રભાવિત થશે, એમ થાણે મહાનગર પાલિકા (Thane Municipal Corporation)ના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના જણાવ્યા અનુસાર, શહાદ-ટેમઘર (Shahad-Temghar, STEM) ઓથોરિટી દ્વારા આયોજિત જાળવણી કાર્યને કારણે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. શુક્રવાર, ૨ મે ના રોજ સવારે ૯ વાગ્યાથી પાણી પુરવઠા બંધની શરૂઆત થશે અને શનિવાર, ૩ મે ના રોજ સવારે ૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.
ADVERTISEMENT
થાણે મહાનગર પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘લોકોને અગવડતા ઓછી કરવા માટે, મહાનગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન ૨૪ કલાકના સંપૂર્ણ કટ-ઓફને બદલે એક જ વખત પાણી પુરવઠાની વ્યવસ્થા કરી છે.’
થાણેના વિસ્તારો જે જાળવણી કાર્ય દરમિયાન પ્રભાવિત થશે તેની યાદી
૨ મે (શુક્રવાર) ના રોજ સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી:
ઘોડબંદર રોડ, પાટલીપાડા, બાલકુમ, બ્રહ્માંડ, પવાર નગર, કોઠારી કમ્પાઉન્ડ, ડોંગરીપાડા અને વાઘબીલ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે.
૨ મે, (શુક્રવાર) રાત્રે ૯ વાગ્યાથી ૩ મે, (શનિવાર) સવારે ૯ વાગ્યા સુધી:
સમતા નગર, રૂતુ પાર્ક, સિદ્ધેશ્વર, એટરનિટી, જોહ્ન્સન, જેલ, સાકેત, ઉથલસર, રેતીબંદર, કાલવા અને મુમ્બ્રાના કેટલાક ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
થાણે મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે, ‘એકવાર પાણી પુરવઠો સામાન્ય થઈ જાય પછી, રહેવાસીઓને આગામી એકથી બે દિવસ સુધી પાણીનું દબાણ ઓછું થઈ શકે છે.’ તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અને પાણી પુરવઠામાં વિક્ષેપ દરમિયાન તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
અગાઉ, ટીએમસીએ 24 એપ્રિલે જાળવણી કાર્યને કારણે 24 કલાક પાણી કાપની જાહેરાત કરી હતી. ટીએમસીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (Maharashtra Industrial Development Corporation- MIDC) દ્વારા સંચાલિત જાંભુલ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (Jambhul Water Purification Plant)માં જાળવણી કાર્યને કારણે ૨૪ કલાક પાણી કાપનું આયોજન કરવામાં આવ્યું છે, એમ જણાવ્યું હતું. ૨૪ એપ્રિલ, ગુરુવારના રોજ રાત્રે ૧૨ વાગ્યાથી ૨૫ એપ્રિલ, શુક્રવારના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી સમારકામ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ હતા - દિવા, મુમ્બ્રા (વોર્ડ નં. ૨૬ અને ૩૧ ના ભાગો સિવાય), કાલવા વોર્ડ - બધા વિસ્તારો, વર્તક નગર વોર્ડ હેઠળ - રૂપાદેવી પાડા, કિસાન નગર નં. ૨, નહેરુ નગર, માજીવાડા અને માનપાડા વોર્ડ હેઠળ - કોલસીત ખાલસા ગાંવ.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, કામ પૂર્ણ થયા પછી કેટલાક દિવસો સુધી પાણીનું દબાણ ઓછું રહી શકે છે.

