ટીઝરમાં પરેશ રાવલ એક અદાલતમાં ઊભા રહીને બૌદ્ધિક આતંકવાદના મુદ્દે જોરદાર ચર્ચા કરે છે
પરેશ રાવલ
પરેશ રાવલની આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’નું ટીઝર ગુરુવારે રિલીઝ થયું છે. ટીઝરમાં પરેશ રાવલ એક અદાલતમાં ઊભા રહીને બૌદ્ધિક આતંકવાદના મુદ્દે જોરદાર ચર્ચા કરે છે. ‘ધ તાજ સ્ટોરી’ એક સામાજિક ડ્રામા છે, જે પ્રશ્ન ઉઠાવે છે કે ‘શું આઝાદીનાં ૭૯ વર્ષ પછી પણ આપણે બૌદ્ધિક આતંકવાદના ગુલામ છીએ?’ આ ફિલ્મ ૩૧ ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

