પરિણીતિ ચોપડાએ મુંબઈ પરત ફરીને ગણેશોત્સવમાં ભાગ લીધો હતો. સોમવારે તેણે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. પતિ રાઘવ ચઢ્ઢા સાથે ન હોવાથી પરિણીતિએ વિડિયો-કૉલ કરીને તેમને પણ બાપ્પાના દર્શન કરાવ્યાં હતાં.
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડા થોડો સમય દિલ્હીમાં રહ્યા બાદ મુંબઈ પરત ફરી છે અને શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં સામેલ થઈ છે. પરિણીતિએ સોમવારે પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પંડાલની મુલાકાત લઈને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
આ મુલાકાત દરમ્યાન પરિણીતિની એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણીતિનો પતિ રાઘવ ચઢ્ઢા તેની સાથે હાજર નહોતો તેથી પરિણીતિએ તેને વિડિયો-કૉલ કરીને બાપ્પાનાં દર્શન કરાવ્યાં હતાં જેથી તે પણ ભગવાન ગણેશના આશીર્વાદ લઈ શકે.
