Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Ketan Agrawal Murder: દુઃખી છીએ એવું કઈ રીતે બતાવવું?: બાપ રે! કેવું કેવું સર્ચ કર્યું હતું કેતનના હત્યારાઓએ

Ketan Agrawal Murder: દુઃખી છીએ એવું કઈ રીતે બતાવવું?: બાપ રે! કેવું કેવું સર્ચ કર્યું હતું કેતનના હત્યારાઓએ

Published : 23 September, 2026 11:30 AM | Modified : 23 September, 2026 11:33 AM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ketan Agrawal Murder Case: તાજતેરમાં જ જ્યારે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના સાથીદારોના ડિજિટલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા ત્યારે અનેક એવી વિગતો પ્રાપ્ત થઈ છે જે ખળભળાવી મૂકે એવી છે.

કેતન અગ્રવાલ, સિયા ગોયલ

કેતન અગ્રવાલ, સિયા ગોયલ


Ketan Agrawal Murder Case: પૂણેમાં થયેલ એક મર્ડર કેસ કે જેણે અખા દેશને ધ્રૂજવી નાખ્યો હતો. વાત છે પૂણેના લોહગઢમાં થયેલ કેતન અગ્રવાલ મર્ડર કેસની. જ્યારથી કોર્ટમાં કેસની ચાર્જશીટ દાખલ થઈ છે ત્યારથી અનેક ચોંકાવનારા ખૂલસાઓ થઈ રહ્યા છે. તાજતેરમાં જ જ્યારે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના સાથીદારોના ડિજિટલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા ત્યારે અનેક એવી વિગતો પ્રાપ્ત થઈ છે જે ખળભળાવી મૂકે એવી છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આરોપી સિયા ગોયલ અને તેના મિત્રોએ આ કેતન અગ્રવાલને મોતને ઘાટ ઉતારવા માટે ખૂબ જ ચાલાકીથી આખો પ્લાન બનાવ્યો હતો.

ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રમાણે ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ કેતનને લોહગઢ કિલ્લા પર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને નીચે ઊંડી ખાઈમાં ધકેલીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોતાના પુત્રના અકાળે અવસાનના સમાચાર મળતા જ જ્યારે કેતનનોની ફૅમિલી (Ketan Agrawal Murder Case) લોહગઢની તળેટીમાં પહોંચી કે જ્યાં કેતનનો મૃતદેહ પડેલો હતો. ત્યારે કેતનની ફૅમિલીએ નોંધ્યું હતું કે કેતનના મરી ગયાનું દુઃખ સિયાના મોં પર જરાય દેખાતું જ નહોતું. એટલે જ કેતનની ફૅમિલીને ત્યારે જ દાળમાં કંઇક કાળું હોવાની શંકા ગઈ હતી. આમ તો સિયાને પણ એ વખતે સમજાઈ ગયું હતું કે કેતનની ફૅમિલી આ મર્ડરનો ભાંડો ફોડી દેશે એટલે જ એણે ઘરે જઈને તરત ચેટજીપીટી અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સર્ચ કર્યું હતું કે ફૅમિલી અને લોકો સામે આપણે વધારે દુઃખી હોવાનો ઢોંગ કઈ રીતે કરવો અને આપણે પોતે ભાવનાત્મક રીતે ખૂબ ભાંગી પડ્યા છીએ એ કઈ રીતે બતાવવું?



કેતન મર્ડર કેસ (Ketan Agrawal Murder Case)ને લઈને હજી એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ પ્રમાણે મર્ડરનો પ્લાન ઘડતી વખતે આરોપીઓએ લોહગઢ અને આસપાસના વિસ્તારોમાં આ પહેલાં ખાઈમાં પડી જવાથી થયેલ ઍક્સિડન્ટ્સના ડેથ કેસોનો પણ વિગતવાર અભ્યાસ કર્યો હતો. આ લોકોએ તો ટાઈગર પોઈન્ટ અને લોહગઢ વિસ્તારમાં માનસી ગોવિંદપુરકર નામની યુવતીનું મોત થયું હતું તેનો પણ વિગતવાર કેસ સ્ટડી કર્યો હતો. તે સિવાય મેઘાલયનો ખૂબ ચર્ચિત `રાજા રઘુવંશી મર્ડર કેસ` કે જેમાં સોનમ રઘુવંશી સામેલ હતી તે કેસનો પણ તેઓએ અભ્યાસ કર્યો હતો. આ લોકોએ આ ચર્ચાસ્પદ કેસ અંગે સમજવા માટે ઓનલાઈન અમૂક સર્ચ પણ કર્યા હતા જેમકે જેમ કે આ ક્રાઇમ કેવી રીતે થયો, કઈ રીતે આ કેસની પોલીસે તપાસ કરેલી અને કયા પુરાવાઓને આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. 


ડિજિટલ ઇન્વેસ્ટિગેશન (Ketan Agrawal Murder Case)માં તો એ પણ સામે આવ્યું છે કે સિયાએ કેતનને મારવા માટે ઝેરી મશરૂમ અને ખાવા-પીવાની વસ્તુઓમાં પોઇઝન આપવાના નુસખાઓ પણ ઓનલાઈન સર્ચ કરીને શોધ્યા હતા. જોકે અત્યારે પોલીસ એ તમામ તપાસ કરી રહી છે કે શું આ સર્ચ હત્યાના કોઈ અગાઉના નિષ્ફળ પ્રયાસ સાથે જોડાયેલા હતા કે કેમ.

આવી રીતે ઓનલાઈન સર્ચ કરીને અને જૂના કેસોના સ્ટડી દ્વારા આરોપીઓને લાગ્યું હતું કે તેઓ પોલીસની પકડમાં નહીં આવે. પરંતુ પાછળથી પકડાઈ જવાનો ડર લાગતાં સિયા, તેનો આશિક ચેતન ચૌધરી અને તેનો મિત્ર રિતેશ હાંગેએ ઓનલાઈન સર્ચ કર્યું હતું કે "જો ધરપકડ થાય તો પૂછપરછ દરમિયાન કેવું વર્તન કરવું, શું કહેવું અને ગભરાયા વગર પરિસ્થિતિને કઈ રીતે મેનેજ કરવી. અને આ જ કારણસર ધરપકડ થયા બાદ પણ આરોપીઓ ગુનો કર્યો હોવા છતાં  એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા હતા.


એવા પણ રિપોર્ટ્સ (Ketan Agrawal Murder Case) છે કે સિયા ગોયલ, ચેતન ચૌધરી અને રિતેશ હાંગે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ પર આ તમામ માહિતીની આપ-લે પણ કરી હતી. પોલીસે હાલમાં આરોપીઓના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી તમામ ડિજિટલ પુરાવા ભેગા કરીને કોર્ટમાં ચાર્જશીટ સાથે રજૂ કર્યા છે. હાલ સમગ્ર કેસ કોર્ટ પાસે છે અને પુરાવાઓના આધારે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 11:33 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK