Pedro Sanchez at Yash Raj Films: મુલાકાત દરમિયાન આ બંનેએ યશ રાજ ફિલ્મ્સના 50 વર્ષના વારસાને વાગોળ્યો હતો. આ સાથે જ બંનેએ ભારતીય ફિલ્મ ઉદ્યોગના આગામી પાંચ વર્ષના ભવિષ્ય પર દીર્ઘદૃષ્ટિપૂર્વક વાતો કરી હતી.
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ યશ રાજ ફિલ્મ્સની મુલાકાતે
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ તાજેતરમાં જ ભારતના પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓએ યશરાજ ફિલ્મ્સની પણ મુલાકાત (Pedro Sanchez at Yash Raj Films) લીધી હતી. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓએ મુંબઈની અને દેશની પ્રમુખ ફિલ્મ પ્રોડક્શન કંપની તરીકે જાણીતી થયેલી યશ રાજ ફિલ્મ્સની મુલાકાત લીધી હતી. તેઓએ પોતાની આ મુલાકાત દરમિયાન કંપનીના સીઇઓ અક્ષય વિધાની સાથે પણ યાદગાર મુલાકાત કરી હતી.
પોતાની આ મુલાકાત દરમિયાન આ બંનેએ યશ રાજ ફિલ્મ્સના 50 વર્ષના વારસાને વાગોળ્યો હતો. આ સાથે જ બંનેએ ભારતીય ફિલ્મ ઉદ્યોગના આગામી પાંચ વર્ષના ભવિષ્ય પર દીર્ઘદૃષ્ટિપૂર્વક વાતો કરી હતી.
ADVERTISEMENT
સ્પેન તેમ જ યશ રાજ ફિલ્મ્સ વચ્ચે ઘનિષ્ટ સંબંધો રહેલા છે
આ ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે કે 18 વર્ષમાં આ પ્રથમવાર બન્યું છે કે કોઈ સ્પેનિશ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હોય. તેમ પણ આ રીતે પેડ્રોએ જ્યારે યશ રાજ ફિલ્મ્સની મુલાકાત (Pedro Sanchez at Yash Raj Films) કરી એ ફિલ્મ ઉદ્યોગ માટે ઐતિહાસિક ક્ષણ તરીકે સાબિત થઈ છે. મિત્રો, અમ જોઈએ તો યશ રાજ ફિલ્મ્સ અને સ્પેન વચ્ચે પણ ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધ રહેલા છે. ફિલ્મ ‘પઠાણ’ અને ‘વોર ૨’માં ખૂબ જ સુંદર એવા સ્પેનિશ સ્થળોની શૂટિંગ જોવા મળે છે. હવે શર્વરી વાળા અને આલિયા ભટ્ટ `આલ્ફા`માં એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને પણ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Pedro Sanchez at Yash Raj Films: "અમને ગર્વ છે કે અમે સ્પેનના રાષ્ટ્રપતિનું યશ રાજ ફિલ્મ્સમાં સ્વાગત કર્યું. તેમની અમારા સ્ટુડિયોમાં આ મુલાકાત અમારા 50 વર્ષના સમૃદ્ધ વારસામાં એક મીલોના પથ્થર સમાન છે. આ સાથે જ અમને ગર્વ છે કે અમે તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આપેલા અમારા યોગદાનથી અવગત કર્યા અને સ્પેન અને યશ રાજ ફિલ્મ્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી” એમ અક્ષય વિધાનીએ જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે સ્પેને હંમેશા અમને ટેકો આપ્યો છે, અને રાષ્ટ્રપતિના અમારા સ્ટુડિયોમાં આવવાથી અમને ગર્વની લાગણી થાય છે."
સાંચેઝે (Pedro Sanchez at Yash Raj Films) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરી હતી. તેમના આગમન પર વિદેશ મંત્રાલયે પણ સ્પેનિશ નેતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શુભેચ્છા પાઠવી હતી. ગત સોમવારે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. તેઓ અહીં ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે.