આપણાં દેશી પકવાન અને ઊર્જાની તોલે કોઈ ન આવી શકે
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા નૉર્થ અમેરિકાના સૌથી મોટા ઇન્ડિયન ફૂડ-ફેસ્ટિવલમાં હાજર રહી હતી. ટેસ્ટ ઑફ ઇન્ડિયા ફેસ્ટિવલમાં સામેલ થઈને તેણે જણાવ્યું કે આપણાં દેશી વ્યંજનો અને ઊર્જાની સરખામણીએ કોઈ ન આવી શકે. ઇન્ડિયન આઉટફિટમાં તે ખૂબ આકર્ષક દેખાઈ રહી હતી. એ ફેસ્ટિવલની એક નાનકડી ક્લિપ તેણે શૅર કરી હતી. એમાં જોઈ શકાય છે કે લોકો પ્રીતિને જોઈને તેની સાથે સેલ્ફી લે છે અને પ્રીતિ પણ લોકોની સાથે મન મૂકીને વાત કરે છે. સાથે જ સ્વાદિષ્ટ પકવાનોનો લોકોએ પણ ખૂબ સ્વાદ માણ્યો હતો. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ કૅપ્શન આપી, ‘ટૉરોન્ટોમાં ટેસ્ટ ઑફ ઇન્ડિયાની વધુ એક ઇવેન્ટમાં જોડાઈને મજા આવી ગઈ, જે નૉર્થ અમેરિકાનો મોટો ફૂડ-ફેસ્ટિવલ ગણાય છે. લોકોના હસતા ચહેરા જોઈને ખુશી થઈ. આપણાં દેશી પકવાન અને ઊર્જાની સરખામણીએ કોઈ ન આવી શકે. આ ફેસ્ટિવલમાં જોડાવાની મને તક આપી એથી આભાર. ટૉરોન્ટોની દરેક બાબત મને ગમે છે. ટૉરોન્ટોમાં લોકોએ મને જે પ્રેમ આપ્યો એ બદલ ધન્યવાદ.’