હાલમાં રમાયેલી પોતાની ટીમની એક મૅચમાં પ્રીતિએ પંજાબના પરંપરાગત ફુલકારી વર્કવાળાં સફેદ સલવાર-કમીઝ પહેર્યાં હતાં અને એના ફોટો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર પણ કર્યા હતા
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા લૉસ ઍન્જલસમાં રહેતી હોવા છતાં તેને જ્યારે તક મળે ત્યારે પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. પ્રીતિ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ પંજાબ કિંગ્સની સહમાલિક છે અને હાલમાં રમાયેલી પોતાની ટીમની એક મૅચમાં પ્રીતિએ પંજાબના પરંપરાગત ફુલકારી વર્કવાળાં સફેદ સલવાર-કમીઝ પહેર્યાં હતાં અને એના ફોટો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર પણ કર્યા હતા. આ તસવીરો સાથે પ્રીતિએ લખ્યું હતું : પંજાબમાં હો ત્યારે ફુલકારી પહેરો, હંમેશાં તમારાં રૂટ્સનો ગર્વ અનુભવો.

