ટ્વિન્કલ ખન્નાની પોસ્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. બૉલિવૂડના લેજન્ડરી સ્ટાર રાજેશ ખન્ના અને ઍક્ટ્રેસ ડિમ્પલ કપાડિયાની દીકરી ટ્વિન્કલ ખન્નાએ નાની બહેન રિંકી ખન્ના સાથેના મજેદાર અને પ્રેમભર્યા સંબંધની વાત પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી.
ટ્વિન્કલ ખન્ના (ફાઇલ તસ્વીર)
હાસ્યનો ઝળહળતો પરિચય આપતી ટ્વિન્કલ ખન્નાની તાજેતરની પોસ્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. બૉલિવૂડના લેજન્ડરી સ્ટાર રાજેશ ખન્ના અને ઍક્ટ્રેસ ડિમ્પલ કપાડિયાની દીકરી ટ્વિન્કલ ખન્નાએ તેની નાની બહેન રિંકી ખન્ના સાથેના મજેદાર અને પ્રેમભર્યા સંબંધની વાત પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી. ટ્વિન્કલ હવે એક સફળ લેખિકા છે અને જીવનના અનેક અનુભવોને હળવી, સરળ અને મજેદાર ભાષામાં રજૂ કરતી હોય છે. જાન્યુઆરી 2024માં શૅર કરેલી એક પોસ્ટમાં તેણે પોતાની બહેન રિંકી ખન્ના સાથેની બાળપણની પળો, પ્રેમ અને તોફાનોની વાતે લોકોને હસાવ્યા હતા.
“હું મોટી, એ નાની – ક્યારે ટૉમ એન્ડ જેરી, ક્યારેક લોરેલ એન્ડ હાર્ડી”
ટ્વિન્કલે લખ્યું, “મારી બહેન મારાથી એક વર્ષ નાની છે. જોકે, હું ઘણી મોટી લાગતી હતી અને એ નાની. અમારું બાળપણ ટૉમ એન્ડ જેરી જેવુ હતું. ક્યારેક તો લોરેલ એન્ડ હાર્ડી જેવી જોડી બની જતી. કારણ કે હું તેના કરતાં વજનદાર અને ભારે દેખાતી હતી.” ટ્વિન્કલ અને રિંકીનું બાળપણ હંમેશાં મસ્તીભર્યું રહ્યું હતું. ટ્વિન્કલ કહે છે, “અમે એકબીજાને ખૂબ ચીડવતાં હતાં પણ જ્યારે વાત મદદની આવતી ત્યારે એ જ બહેન પહેલા આગળ આવી જાય.”
ADVERTISEMENT
સૌથી મજેદાર પ્રૅન્ક : “મારા પિતા વિનોદ ખન્ના છે!”
ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર તેણે કરેલો એક પ્રૅન્ક શૅર કર્યો હતો જેને રિંકીના પતિ સમીર સરન સાથેની પહેલી મુલાકાત દરમિયાન તેના પર કાયમી છાપ છોડી હતી. “જ્યારે રિંકીના પતિ સમીર અમારા ઘરે પહેલી વાર મળવા આવ્યા હતા, ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારે એક વાત જાણવી જોઈએ... અમારા પિતા અલગ છે. મારા પિતા વિનોદ ખન્ના છે અને રિંકીના પિતા રાજેશ ખન્ના. એ માટે જ હું કદમાં ઊંચી છું અને રિંકી નાની છે.’ રિંકી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી, પણ મને તો ખૂબ મજા આવી હતી,” ટ્વિન્કલે લખ્યું. આ મજાકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકોને ટ્વિન્કલનું આ સેન્સ ઓફ હ્યુમર ખૂબ યુનિક લાગ્યું હતું. ટ્વિન્કલે વધુમાં લખ્યું કે, “પણ જ્યારે પણ હું મુશ્કેલીમાં હોઉં છું, ત્યારે તે મારી પડખે સૌથી પહેલા હોય છે. તે મને દરરોજ ફોન કરે છે ભલે રોજબરોજની સામાન્ય વાતો હોય.” ટ્વિન્કલે પોસ્ટનો અંત બહુ ભાવનાત્મક રીતે કર્યો. તેણે લખ્યું, "બહેનો વગર આપણે શું કરત? તમારી બહેને તમારી સાથે કરેલી સૌથી રમુજી વાત શું હતી? નીચે કમેન્ટ્સમાં મને જણાવો."
ફિલ્મોથી દૂર છતાં દિલથી જોડાયેલા સંબંધો
રિંકી ખન્ના `ચમેલી`, `એક દિન અજાણે મેં` જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેણે 2003માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું. ટ્વિન્કલ ખન્નાએ પણ 2001માં એક્ટર અક્ષયકુમાર સાથે લગ્ન કર્યા હતા. આજે તે બે બાળકો, આરવ અને નિતારા, ના માતાપિતા છે. ટ્વિન્કલ હવે લેખિકા છે જ્યારે અક્ષય હજી પણ ફિલ્મો કરી રહ્યાં છે. તાજેતરમાં સ્કાય ફોર્સમાં તેની ભૂમિકાને બોક્સ ઓફિસ પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

