પ્રિયંકા પોતાની ફિલ્મને પ્રેમ કરે છે, પરંતુ શાહરુખને તેની ફિલ્મ માટે ઝનૂન હોય છે
ફરહાન અખ્તર
ફિલ્મમેકર ફરહાન અખ્તરે પ્રિયંકા ચોપડા અને શાહરુખ ખાનનો ફિલ્મો પ્રત્યેનો પ્રેમ કેવો છે એ વિશે જણાવ્યું છે. ફરહાન કહે છે કે પ્રિયંકાને તેની ફિલ્મો પર ખૂબ પ્રેમ હોય છે. તો શાહરુખને તેની ફિલ્મો પ્રત્યે ઝનૂન હોય છે. ૨૦૦૬માં રિલીઝ થયેલી ‘ડૉન : ધ ચેઝ બિગિન્સ અગેઇન’માં પ્રિયંકા અને શાહરુખ જોવા મળ્યાં હતાં. એ ફિલ્મને ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી. બન્નેના કામ પ્રત્યેના દૃષ્ટિકોણને વ્યક્ત કરીને ફરહાન અખ્તર કહે છે, ‘શાહરુખનો ચાર્મ ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન બન્ને બાજુએ જોવા મળે છે. તેની સાથે કામ કરવું સરળ છે. તેની સાથે કામ કરવું કમ્ફર્ટેબલ લાગે છે. તે સખત મહેનત કરે છે. હું અનેક લોકોને મળ્યો છું જેમને પોતાના કામ પ્રત્યે પ્રેમ હોય છે. મેં આમિર ખાન અને પ્રિયંકા ચોપડા સાથે કામ કર્યું છે. પ્રિયંકાને તેનું કામ ગમે છે, પરંતુ શાહરુખ જે પણ પ્રોજેક્ટમાં કામ કરે છે એને લઈને તેનામાં ઝનૂન હોય છે. એ જ બાબત એક ડિરેક્ટર તરીકે મને પ્રેરિત કરે છે.’