Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ડરપોક મદ્રાસી મધ્યમવર્ગીય માણસ છું

હું ડરપોક મદ્રાસી મધ્યમવર્ગીય માણસ છું

Published : 11 June, 2026 11:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર. માધવન કહે છે કે પત્ની સરિતા સાથે વફાદાર રહેવા પાછળ મારી આ માનસિકતા જવાબદાર છે

આર. માધવન પત્ની સરિતા સાથે

આર. માધવન પત્ની સરિતા સાથે


આર. માધવને તાજેતરમાં પત્ની સરિતા સાથે લગ્નજીવનની ૨૭મી વર્ષગાંઠ ઊજવી હતી. માધવન સફળ સ્ટાર હોવા છતાં તેનું નામ ક્યારેય કોઈ અન્ય મહિલા કે ઍક્ટ્રેસ સાથે સંકળાયું નથી અને તે પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યો છે. 

પત્ની સાથે વફાદાર રહેવાના પોતાના અભિગમ વિશે વાત કરતાં માધવને જણાવ્યું હતું કે ‘મારા માટે લૉયલ રહેવું સંપૂર્ણપણે સ્વાભાવિક બાબત છે અને એ મારા પરિવારના સંસ્કારોનો એક ભાગ છે. મને લાગે છે કે વફાદારી અમારા પરિવારની પરંપરા છે. મારા પરિવારના લોકો જીવનના અંત સુધી જમશેદજી તાતા પ્રત્યે પણ એટલા વફાદાર રહ્યા હતા કે અમારા ઘરમાં દેવતાઓની તસવીરોની સાથે તેમનો ફોટો પણ રાખવામાં આવતો હતો. મારે વફાદાર ન રહેવા માટે અલગથી પ્રયત્ન કરવો પડે એમ છે. હું એક ડરપોક મદ્રાસી મધ્યમવર્ગીય માણસ છું અને મારી આ માનસિકતાને કારણે પત્ની પ્રત્યે વફાદાર છું. મને સુંદર યુવતીઓ આકર્ષે છે, પણ આખરે હું ઘરે જઈને મારી પત્ની સાથે સમય વિતાવવાનું વધુ પસંદ કરું છું. મારા ઘરની તમામ નાણાકીય બાબતો પત્ની સરિતા સંભાળે એટલે મારા મોબાઇલ ફોન, બૅન્ક-ખાતાં અને અન્ય આર્થિક માહિતી સુધી પણ સરિતાની સંપૂર્ણ પહોંચ છે. પારદર્શિતા અને વિશ્વાસ કોઈ પણ સફળ સંબંધનો મજબૂત આધાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK