એકતા કપૂરની લોકપ્રિય હૉરર-થ્રિલર ફ્રૅન્ચાઇઝી ‘રાગિની MMS’ ફરી એક વખત ફિલ્મી પડદે આવવા તૈયાર છે. આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘રાગિની MMS 3’માં જુનૈદ ખાન સાથે તમન્ના ભાટિયા અને નર્ગિસ ફખરી જોવા મળશે.
રાગિની MMS 3માં જુનૈદ ખાન સાથે જામશે તમન્ના ભાટિયા અને નર્ગિસ ફખરીની જોડી
એકતા કપૂરની લોકપ્રિય હૉરર-થ્રિલર ફ્રૅન્ચાઇઝી ‘રાગિની MMS’ ફરી એક વખત ફિલ્મી પડદે આવવા તૈયાર છે. આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘રાગિની MMS 3’માં જુનૈદ ખાન સાથે તમન્ના ભાટિયા અને નર્ગિસ ફખરી જોવા મળશે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં હવે સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પણ એન્ટ્રી થઈ છે. આયુષ શર્મા આ સુપરનૅચરલ થ્રિલરમાં તમન્ના ભાટિયા સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળશે. તમન્નાનું પાત્ર ફિલ્મમાં આયુષ અને જુનૈદ બન્ને સાથે રોમૅન્સ કરતું જોવા મળશે. ફિલ્મમાં નર્ગિસ ફખરી આ વખતે એક અલગ અવતારમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં પોલીસ-અધિકારી તરીકે જોવા મળશે.
રિપોર્ટ પ્રમાણે ‘રાગિની MMS’ને એવી હૉરર ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે જેમાં સસ્પેન્સ, કૉમેડી અને ડરનું સંતુલિત મિશ્રણ હશે. આ વખતે નિર્માતાઓનું ધ્યાન એક મજબૂત સુપરનૅચરલ વાર્તા પર છે, જે દર્શકોને અંત સુધી સીટ સાથે જોડી રાખશે. હાલમાં આ ફિલ્મ પ્રી-પ્રોડક્શનના તબક્કામાં છે અને એનું શૂટિંગ જુલાઈમાં શરૂ થવાની ધારણા છે.
