Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજ કુન્દ્રાએ શરૂ કર્યું અકાલ ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ

રાજ કુન્દ્રાએ શરૂ કર્યું અકાલ ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ

Published : 10 September, 2026 04:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાના જન્મદિવસે શરૂ કરેલા આ પ્રોજેક્ટના માધ્યમથી પંજાબની વાર્તાઓને વૈશ્વિક ઓળખ અપાવવાનો નિર્ધાર

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રા


શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ ગઈ કાલે પોતાની પચાસમી વર્ષગાંઠે મોટી જાહેરાત કરતાં સત્તાવાર રીતે ફિલ્મનિર્માણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. તેણે પોતાના નવા પ્રોડક્શન હાઉસ ‘અકાલ ફિલ્મ્સ’ની શરૂઆત કરી હોવાનું જાહેર કર્યું છે. 
સોશ્યલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતાં રાજે લખ્યું હતું કે ‘વાહે ગુરુજીના આશીર્વાદથી આજે હું મારા પ્રોડક્શન હાઉસ અકાલ ફિલ્મ્સની શરૂઆત કરું છું. આ એવી સફર છે જે હું ઘણા સમયથી શરૂ કરવા ઇચ્છતો હતો. પંજાબ, એના લોકો, એનો ઇતિહાસ અને એની ભાવનાથી જોડાયેલી વાર્તાઓને દુનિયા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે. આ મારા માટે માત્ર એક પ્રોડક્શન હાઉસ નથી, એક સપનું છે. અકાલ ફિલ્મ્સની સફર હવે શરૂ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK