Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણમાં રાજા જનક બનશે ટીવી-ઍક્ટર રાજીવ કુમાર

રામાયણમાં રાજા જનક બનશે ટીવી-ઍક્ટર રાજીવ કુમાર

Published : 01 September, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરની ‘રામાયણ’માં સીતાના પિતા રાજા જનકના પાત્ર માટે જાણીતા ટીવી-ઍક્ટર રાજીવ કુમારની પસંદગી કરવામાં આવી છે. રાજીવ કુમાર ‘ક્રાઇમ પૅટ્રોલ’ સહિત અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

રામાયણમાં રાજા જનક બનશે ટીવી-ઍક્ટર રાજીવ કુમાર

રામાયણમાં રાજા જનક બનશે ટીવી-ઍક્ટર રાજીવ કુમાર


દિવાળીએ રિલીઝ થઈ રહેલી રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ભવ્ય અને સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મની લગભગ સમગ્ર સ્ટારકાસ્ટ સામે આવી ચૂકી છે, પણ કેટલાંક પાત્રોને લઈને ચાહકોમાં હજુ પણ ઉત્સુકતા હતી. હવે મળેલી માહિતી પ્રમાણે ‘રામાયણ’માં સીતા માતાના પિતા રાજા જનકના પાત્ર માટે 
ટીવી-ઍક્ટર રાજીવ કુમારની પસંદગી કરવામાં આવી છે.
રાજીવ કુમાર ટીવી અને ફિલ્મ બન્ને ક્ષેત્રે જાણીતું નામ છે. તે ‘કભી કભી ઇત્તફાક સે’ અને ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ‘સંજુ’, ‘આર્ટિકલ 370’, ‘લક્ષ્ય’, ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ અને ‘થલાઇવી’ જેવી ફિલ્મોમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK