Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવતા વર્ષે મુન્નાભાઈ ૩નું શૂટિંગ શરૂ કરવાનો પ્લાન

આવતા વર્ષે મુન્નાભાઈ ૩નું શૂટિંગ શરૂ કરવાનો પ્લાન

Published : 05 November, 2026 12:26 PM | Modified : 05 November, 2026 01:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉલીવુડની સુપરહિટ ફ્રૅન્ચાઇઝીમાંની એક ‘મુન્નાભાઈ’ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે.

ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્યા છે. 

ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્યા છે. 


બૉલીવુડની સુપરહિટ ફ્રૅન્ચાઇઝીમાંની એક ‘મુન્નાભાઈ’ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્યા છે. 

ફરહાદ સામજીનો આ ફ્રૅન્ચાઇઝી સાથે જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. ૨૦૦૩માં રિલીઝ થયેલી ‘મુન્નાભાઈ MBBS’ના સુપરહિટ ગીત ‘એમ બોલે તો...’નું મુખડું તેણે જ લખ્યું હતું. હવે વર્ષો બાદ રાજકુમાર હીરાણી અને ફરહાદ સામજીની આ જોડી ફરી એક વાર સાથે ‘મુન્નાભાઈ ૩’માં કામ કરવા જઈ રહી છે. 



રાજકુમાર હીરાણીએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે ‘મુન્નાભાઈ ૩’નું નિર્માણ ત્યારે જ કરશે જ્યારે તેની પાસે એક શાનદાર અને દમદાર સ્ક્રિપ્ટ હશે. આ જ કારણ છે કે સ્ક્રિપ્ટમાં નવો અને તાજગીભર્યો અભિગમ લાવવા માટે આ પ્રોજેક્ટ સાથે ફરહાદ સામજીને જોડવામાં આવ્યો છે.


રિપોર્ટ પ્રમાણે ફરહાદ સામજી ટૂંક સમયમાં જ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ કરવાનો છે. જો બધું આયોજન પ્રમાણે પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK