Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજપાલ યાદવ પર દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણીઃ વચન ન પાળ્યું એટલે જેલમાં જવું પડશે

રાજપાલ યાદવ પર દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણીઃ વચન ન પાળ્યું એટલે જેલમાં જવું પડશે

Published : 12 February, 2026 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rajpal Yadav Bail Hearing: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે રાજપાલ યાદવની જામીન અરજી પર સુનાવણી કરી; કોર્ટે બોલિવૂડ અભિનેતાને યાદ અપાવ્યું કે કોર્ટને વારંવાર વચનો આપવા છતાં, તેણે તેનું ઉલ્લંઘન કર્યું હતું એટલે જેલ જવાનો વારો આવ્યો

રાજપાલ યાદવની ફાઇલ તસવીર

રાજપાલ યાદવની ફાઇલ તસવીર


અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) અત્યારે સમાચારમાં છે. કૉમેડી અભિનેતાએ અનેક ચેક બાઉન્સ કેસોના સંદર્ભમાં (Tihar Jail)માં આત્મસમર્પણ કર્યું છે. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)એ રાજપાલ યાદવની જામીન અરજી પર સુનાવણી કરી. ત્યારે અભિનેતા પર અનેક ટિપ્પણી કરી છે.

આજે દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવની જામીન અરજી પર સુનાવણી (Rajpal Yadav Bail Hearing) કરતા કહ્યું કે, તમે તમારું વચન પાળ્યું નથી તેથી તમારે જેલમાં જવું પડશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ઓછામાં ઓછા બે ડઝન વખત નિવેદનો આપ્યા હતા કે તે પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરશે અને પૈસા ચૂકવશે, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયા. જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ આજે ​​યાદવની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.



સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું કે રાજપાલ યાદવના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે રકમ ફરિયાદીને ચૂકવવામાં આવશે, અને યાદવે પોતે પણ આ જ નિવેદન આપ્યું હતું. જોકે, કોર્ટે નોંધ્યું કે આજે તેમના વકીલો કહી રહ્યા છે કે તેઓ રકમ કોર્ટમાં જમા કરાવશે. જસ્ટિસ શર્માએ યાદવના વકીલોને તેમનો નિર્ણય લેવા કહ્યું અને કહ્યું કે કેસની સુનાવણી આજે બપોરે ૨.૩૦ વાગ્યે ફરી થશે.


દિલ્હી હાઈકોર્ટે લાંબા સમયથી ચાલતા ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટ કેસ (Rajpal Yadav 9 crore debt case)માં છેલ્લી ઘડીની અરજી ફગાવી દીધા બાદ, અભિનેતા રાજપાલ યાદવે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. કોર્ટે વારંવાર તેના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને છ મહિનાની જેલની સજા ફટકારી હતી.

શું છે મામલો?


રાજપાલ યાદવનો આ કાનૂની વિવાદ છેક ૨૦૧૦ના વર્ષથી ચાલી રહ્યો છે. અભિનેતા રાજપાલ યાદવે વર્ષ ૨૦૧૨માં આવેલી પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ (Ata Pata Laapata) માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Murali Projects Private Limited) પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે નિષ્ફળ જતાં તેને ભારે નુકસાન થયું હતું અને લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી છે.

એ પછી રાજપાલ યાદવે આપેલા ચેક પણ બાઉન્સ થઈ ગયા છે એટલે મામલો કાનૂની બની ગયો છે. આ કેસમાં ૨૦૧૮ના એપ્રિલમાં રાજપાલ યાદવ અને તેની પત્નીને ૬ મહિનાની જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી. જોકે તેમણે આ નિર્ણયને પડકાર્યો હતો અને ઘણી વખત કોર્ટ તરફથી રાહત મળી હતી, પણ વારંવાર રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તાજેતરમાં કોર્ટે તેને વિલંબ કર્યા વિના સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો. પછી આ અઠવાડિયે અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલ (Tihar Jail)માં સરેન્ડર કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK