મંગળવારે અલ્લુ અર્જુનના નાના ભાઈ અલ્લુ શિરીષ અને નયનિકા રેડ્ડીનું પ્રી-વેડિંગ રિસેપ્શન હતું
અલ્લુ શિરીષ અને નયનિકા રેડ્ડીનું પ્રી-વેડિંગ રિસેપ્શન
મંગળવારે અલ્લુ અર્જુનના નાના ભાઈ અલ્લુ શિરીષ અને નયનિકા રેડ્ડીનું પ્રી-વેડિંગ રિસેપ્શન હતું. આ એક સ્ટાર-સ્ટડેડ પાર્ટી હતી જ્યાં સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ પ્રી-વેડિંગ રિસેપ્શનમાં રામચરણે પોતાના લુકને કારણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હકીકતમાં રામચરણ અયપ્પા વ્રતનું પાલન કરી રહ્યો છે જેના કારણે તે કાળાં કુરતા-પાયજામામાં ખુલ્લા પગે કાર્યક્રમમાં આવ્યો હતો. રામચરણ દર વર્ષે ૪૧ દિવસના કઠોર અયપ્પા વ્રતનું પાલન કરે છે, જેના ભાગરૂપે તે કાળાં કપડાં પહેરે છે, ખુલ્લા પગે ચાલે છે, જમીન પર સૂવે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પરંપરાગત વ્રત દરમ્યાન તે ભગવાન અયપ્પાને સમર્પિત રહે છે અને શાકાહારી જીવનશૈલી અપનાવે છે.
