Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક દિનની નિષ્ફળતાનો આંચકો રામાયણને

એક દિનની નિષ્ફળતાનો આંચકો રામાયણને

Published : 15 May, 2026 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુનૈદ ખાન સાથેની ફિલ્મમાં સાઈ પલ્લવીનાં હિન્દી ઉચ્ચારણો લોકોને નથી ગમ્યાં એટલે ચર્ચા છે કે સીતામાતાનું પાત્ર ભજવી રહેલી આ ઍક્ટ્રેસનો અવાજ ડબ કરવામાં આવશે

બન્ને ફિલ્મમાં સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે

બન્ને ફિલ્મમાં સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે


‘રામાયણ’માં સીતામાતાનો રોલ ભજવી રહેલી સાઈ પલ્લવી હાલમાં જુનૈદ ખાન સાથે ‘એક દિન’માં લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. જોકે ‘એક દિન’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ જતાં એનો આંચકો ‘રામાયણ’ના મેકર્સને લાગ્યો છે અને તેમના મનમાં અલગ જ ઊથલપાથલ ચાલી રહી છે. હકીકતમાં સાઈ પલ્લવીને ‘એક દિન’ના પોતાના હિન્દી ઉચ્ચારણને લઈને ભારે ટીકા સહન કરવી પડી રહી છે કારણ કે દર્શકોને એમાં સાઉથ ઇન્ડિયન ઉચ્ચાર અનુભવાય છે.

દર્શકોની આ લાગણીને ધ્યાનમાં રાખીને ‘રામાયણ’ના નિર્માતાઓ સાઈ પલ્લવીના ડાયલૉગ્સને ડબ કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે એવા રિપોર્ટ છે. મળતી માહિતી અનુસાર આ નિર્ણય એ માટે લેવામાં આવી રહ્યો છે જેથી ‘રામાયણ’માં ભાષા વધુ સ્પષ્ટ અને સરળતાથી સમજાય એવી લાગે. વળી સાઈ પલ્લવી ફિલ્મમાં સીતાનું પાત્ર ભજવી રહી હોવાથી હિન્દી ઉચ્ચારણ ખૂબ જ સારાં હોવાં જરૂરી છે. જોકે આ મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત સામે આવી નથી.



‘એક દિન’ના પ્રમોશન દરમ્યાન સાઈ પલ્લવીના ઘણા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા, જેમાં લોકોએ તેની હિન્દી બોલવાની રીત અંગે નિરાશા વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં ‘રામાયણ’ના મેકર્સ આ મુદ્દે કોઈ જોખમ લેવા માગતા નથી અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK