રામાયણમાં રાજા દશરથનો રોલ કરનાર અરુણ ગોવિલે કહ્યું કે મને તેમનામાં ભગવાન રામના ગુણો જોવા મળ્યા છે
સેટ પરની તસવીર
અરુણ ગોવિલ ૧૯૮૭માં રામાનંદ સાગરની પૌરાણિક મહાગાથા ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને જાણીતા બન્યા હતા. ખાસ વાત એ છે કે અરુણ ગોવિલ હવે ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામના પિતા રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે.
હાલમાં રણબીર કપૂરના જન્મદિવસે ‘રામાયણ’ના નિર્માતાઓએ એક ખાસ વિડિયો જાહેર કર્યો હતો જેમાં રણબીર વિશે વાત કરતાં અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘હું જે રીતે રામની બેસવાની અને ચાલવાની કલ્પના કરતો હતો એ ગુણો મને રણબીરમાં જોવા મળ્યા. સામાન્ય રીતે તમે કોઈ સ્ટાર પાસેથી તમારા પગે લાગવાની અપેક્ષા ન રાખો, પરંતુ તે હંમેશાં મને પગે લાગે છે. આજના તમામ યુવા સ્ટારમાંથી રણબીર રામની ભૂમિકા ભજવવા માટે સૌથી નજીક છે.’
ADVERTISEMENT
આ વિડિયોમાં રણબીરે પણ અરુણ ગોવિલનાં વખાણ કરીને કહ્યું હતું કે ‘તેમણે કહેલી એક વાત મારા મનમાં ઊંડી ઊતરી છે. અરુણ ગોવિલે મને કહ્યું હતું કે રામની સૌથી મોટી તાકાત તેમનું ધનુષ્ય નહોતું, તેમની ક્ષમા આપવાની ક્ષમતા હતી. આવી સરળતા જ રામ બનવા માટે જરૂરી હોય છે.’
