Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરના જન્મદિવસે જોવા મળી તેની શ્રીરામ બનવા પાછળની મહેનતની ઝલક

રણબીર કપૂરના જન્મદિવસે જોવા મળી તેની શ્રીરામ બનવા પાછળની મહેનતની ઝલક

Published : 30 September, 2026 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ સામે આવેલા BTS વિડિયોમાં વાત કરતાં જણાવ્યું હતું કે...

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સોમવારે રણબીર કપૂરનો જન્મદિવસ હતો અને આ અવસરે દિવાળીએ રિલીઝ થનારી તેની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ એક ખાસ બિહાઇન્ડ ધ સીન એટલે કે BTS વિડિયો શૅર કર્યો છે, જેમાં રણબીર ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં દર્શકોને રણબીરની તૈયારી અને તેના ટ્રાન્સફૉર્મેશનની ખાસ ઝલક જોવા મળે છે.

ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ સામે આવેલા BTS વિડિયોમાં વાત કરતાં જણાવ્યું હતું કે ‘રામાયણ’ જેવા મહાકાવ્ય સાથે કરોડો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે અને આ જ કારણસર ફિલ્મ માટે યોગ્ય કલાકારોની પસંદગી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. વિડિયોમાં ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા રણબીરે પણ પોતાના પાત્ર વિશે વાત કરી છે. રણબીરે વિડિયોમાં કહ્યું હતું કે તેણે આ પ્રોજેક્ટને કોઈ અન્ય ફિલ્મ કે પાત્રની જેમ નથી લીધો, પણ એક પૂજનીય પાત્રને સંપૂર્ણ જવાબદારી અને ન્યાય સાથે ભજવવાના દૃષ્ટિકોણથી જોયો છે.




વિડિયોમાં કલાકારોના લુકમાં કરવામાં આવેલા બદલાવથી લઈને વિવિધ દૃશ્યોનાં શૂટિંગ અને ફિલ્મ માટે કરવામાં આવતી અન્ય તૈયારીઓની પણ ઝલક જોવા મળે છે. આ રીતે BTS વિડિયો દ્વારા દર્શકોને આ મહાકાવ્ય ફિલ્મના નિર્માણની પ્રક્રિયાથી પરિચિત થવાની તક મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK