રણબીરની આ સિદ્ધિ પર તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે
રણબીર કપૂર
પ્રતિષ્ઠિત TIME મૅગેઝિને એની ૨૦૨૬ની TIME100 યાદી જાહેર કરી છે. આ યાદીમાં અલગ-અલગ ક્ષેત્રોના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે યાદીમાં રણબીર કપૂરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ યાદીમાં આ વર્ષે બૉલીવુડમાંથી માત્ર રણબીરને જ સ્થાન મળ્યું છે. તેના સિવાય આ યાદીમાં કોઈ અન્ય અભિનેતા કે અભિનેત્રીને સ્થાન મળ્યું નથી.
રણબીરની આ સિદ્ધિ પર તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેણે સોશ્યલ મીડિયા પર રણબીરની પ્રશંસા કરતાં લખ્યું, ‘લુકિંગ ગુડ બેબી’.
