Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે પહેરી સિખ સમુદાયની સંસ્કૃતિને સમર્પિત ૩૫.૮૮ લાખ રૂપિયાની ખાસ ઘડિયાળ

રણબીર કપૂરે પહેરી સિખ સમુદાયની સંસ્કૃતિને સમર્પિત ૩૫.૮૮ લાખ રૂપિયાની ખાસ ઘડિયાળ

Published : 22 October, 2026 10:52 AM | Modified : 22 October, 2026 10:55 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંસ્કૃતિક પ્રતીકો ઉપરાંત આ ઘડિયાળમાં અત્યાધુનિક મેકૅનિકલ ટેક્નૉલૉજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેકબ ઍન્ડ કંપનીની ‘એપિક એક્સ શેર-એ-પંજાબ એડિશન’ ઘડિયાળની ભારતમાં કિંમત ૩૫.૮૮ લાખ રૂપિયા છે.

રણબીરની ખાસ ઘડિયાળ

રણબીરની ખાસ ઘડિયાળ


રણબીર કપૂર સ્ટાઇલિશ અને મોંઘીદાટ ઘડિયાળ પહેરવાનો શોખીન છે. થોડા સમય પહેલાં તેણે બૅન્ગલોરની એક ઇવેન્ટમાં ૭૮ લાખ રૂપિયાની કિંમતની ખાસ રામાયણ ઘડિયાળ પહેરી હાજરી આપી હતી. રોઝ ગોલ્ડ રંગની આ ઘડિયાળના ડાયલ પર જય શ્રી રામ લખેલું છે.  આ પછી તેણે ‘રામાયણ’ના પ્રમોશન માટે હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાથમાં ખાસ બ્લુ રંગની ઘડિયાળ પહેરી હતી જેની કિંમત ૩૫.૮૮ લાખ રૂપિયા હોવાનો રિપોર્ટ છે.   હાથમાં પહેરેલી ખાસ બ્લુ રંગની ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દુર્લભ ઘડિયાળની ખાસિયતો જાણીએ.

ફંક્શનમાં રણબીરે સ્વિસ લક્ઝરી વૉચ-બ્રૅન્ડ જેકબ ઍન્ડ કંપનીની ‘એપિક એક્સ શેર-એ-પંજાબ એડિશન’ ઘડિયાળ પહેરી હતી. આ ખાસ ઘડિયાળના દુનિયાભરમાં માત્ર પચાસ નંગ બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે અને એની અસલી વિશેષતા એની ડિઝાઇનમાં સમાવાયેલાં સાંસ્કૃતિક પ્રતીકોમાં છે. સિખ સમુદાય અને પંજાબના વારસાને સમર્પિત આ ઘડિયાળમાં અનેક મહત્ત્વપૂર્ણ પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



સાંસ્કૃતિક પ્રતીકો ઉપરાંત આ ઘડિયાળમાં અત્યાધુનિક મેકૅનિકલ ટેક્નૉલૉજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેકબ ઍન્ડ કંપનીની ‘એપિક એક્સ શેર-એ-પંજાબ એડિશન’ ઘડિયાળની ભારતમાં કિંમત ૩૫.૮૮ લાખ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 10:55 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK