Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Weather: હવામાન વિભાગની ચેતવણી: મુંબઈ સહિત રાજ્યના અમુક જિલ્લાના વેધર માટે વ્યક્ત કરી આ શક્યતાઓ

Mumbai Weather: હવામાન વિભાગની ચેતવણી: મુંબઈ સહિત રાજ્યના અમુક જિલ્લાના વેધર માટે વ્યક્ત કરી આ શક્યતાઓ

Published : 22 October, 2026 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Weather: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અલર્ટ અનુસાર રાજ્યમાં ગરમીનો પારો ઊંચે ચડવાની શક્યતા છે. મુંબઈ શહેરની વાત કરીએ તો આજે ગરમ અને ભેજવાળું મિશ્ર વાતાવરણ રહેવાની શક્યતા છે.

ફાઇલ પ્રતીકાત્મક તસવીર

ફાઇલ પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં છેલ્લા થોડાક સમયથી વાતાવરણ (Mumbai Weather)માં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અલર્ટ અનુસાર રાજ્યમાં ગરમીનો પારો ઊંચે ચડવાની શક્યતા છે. મુંબઈ શહેરની વાત કરીએ તો આજે ગરમ અને ભેજવાળું મિશ્ર વાતાવરણ રહેવાની શક્યતા છે. આજે શહેરમાં તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની ધારણા છે અને લઘુત્તમ તાપમાન ૨૦ સુધી રહી શકે છે. 

ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ આગાહી (Mumbai Weather) મુજબ મુંબઈના કેટલાક વિસ્તાર માટે યલો અલર્ટ જારી કરાઇ છે. એમાં પણ વધારે ગરમીના સમયે રહેવાસીઓને વધારે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. કેમકે ઊંચા તાપમાન અને ભેજ  એમ મિશ્ર પ્રકારના વાતાવરણને લીધે ખાસ કરીને બપોરના સમયે લોકોને હાઇડ્રેટેડ રહેવાની અને આઉટડોર એક્ટિવિટીઝ ટાળવાની સલાહ આપવામાં આવી છે. યલો અલર્ટનો અર્થ એ છે કે મુંબઈના અમુક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ બની શકે છે. IMDની ચેતવણી અનુસાર થાણે અને પાલઘર, રાયગઢ સહિત પડોશી જિલ્લાઓમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. મુંબઈ અને સબર્બ્સમાં દિવસ દરમિયાન મોટે ભાગે આજે આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે. 



ગઈકાલે આવેલ આઇએમડીના અવલોકનો (Mumbai Weather) અનુસાર કોલાબામાં મહત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં ૩૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાતોરાત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું. કુલાબામાં લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં ૨૧ ઓક્ટોબરના બુલેટિનમાં ૨૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સમીર એપ્લિકેશનના આંકડા અનુસાર ગુરુવારે સવારે મુંબઈનો એકંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૧૦૫ હતો એટલે કે મુંબઈમાં હવાની ગુણવત્તા ન સારી અને ન ખરાબ એવી સ્થિતિમાં છે.  

બીકેસીએ લિસ્ટેડ સ્થળોમાં સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો (Mumbai Weather) છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં AQI 153, વર્લીમાં 142 અને કોલાબામાં 134 નોંધાયો હતો. અંધેરીમાં એક્યુઆઈ 123, દેવનારમાં 121 અને બોરીવલીમાં 105 નોંધાયો હતો.  સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં થાણેમાં એક્યુઆઈ 107, નવી મુંબઈમાં 105 અને કલ્યાણમાં 96 નોંધાયો હતો. ભારતના રાષ્ટ્રીય AQI વર્ગીકરણ હેઠળ, 101 અને 200 વચ્ચેનો ઇંડેક્સ મધ્યમ શ્રેણીમાં આવે છે, જ્યારે 51 અને 100 વચ્ચે હોય તો તે સંતોષકારક માનવામાં આવે છે. કલ્યાણનો AQI 96 આંકડા સાથે સંતોષકારક શ્રેણીમાં આવ્યો છે.


રાજ્યના અન્ય જિલ્લામાં રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  નંદુરબાર, ધુલે અને નાસિક જિલ્લામાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે. આજે મરાઠાવાડાના મોટાભાગના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.   વિદર્ભમાં પણ આજે તાપમાનનો પારો ઊંચકાય એવી સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસ સુધી તો વિદર્ભમાં વરસાદના ટીપાંના કોઈ એંધાણ નથી.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK