રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ જેમ-જેમ ફિલ્મની રિલીઝ નજીક આવી રહી છે એમ દર્શકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. ટ્રેલર બાદ જે પાત્રની ઝલક જોવા માટે દર્શકો સૌથી વધુ આતુર છે એ છે સની દેઓલે ભજવેલું હનુમાનનું પાત્ર.
રામાયણમાં લંકાદહન માટે બે મહિના સુધી શૂટ થઈ ભવ્ય ફાયર-સીક્વન્સ
રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં હનુમાનજીના લંકા જવાના પ્રસંગ પર એક અત્યંત વિશાળ ફાયર-સીક્વન્સ તૈયાર કરવામાં આવી છે. આ લંકાદહન સીક્વન્સને શૂટ કરવામાં ટીમને લગભગ બે મહિનાનો સમય લાગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સની સાથે શૂટ કરવામાં આવેલી લંકાના અગ્નિકાંડની સીક્વન્સ પણ અત્યંત ભવ્ય હશે. આ સીન ભલે સ્ક્રીન પર માત્ર થોડી મિનિટ માટે જોવા મળે, પરંતુ એની પાછળ મેકર્સે લગભગ બે મહિના સુધી મહેનત કરી છે.
જગતમાં સૌથી પહેલાં ઑસ્ટ્રેલિયામાં રામાયણ પાંચમી નવેમ્બરે જ આવી જશે
૬ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ગૉડઝિલા માઇનસ ઝીરો સાથે ટક્કર ન થાય એ માટે મેકર્સે એને એક દિવસ પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા
‘રામાયણ’ વિદેશોમાં ૬ નવેમ્બરે અને ભારતમાં ૮ નવેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. જોકે હવે મેકર્સે ખુલાસો કર્યો છે કે ઑસ્ટ્રેલિયામાં આ ફિલ્મ વિશ્વભરમાં એની સત્તાવાર રિલીઝના એક દિવસ પહેલાં પાંચમી નવેમ્બરે રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર ટ્રેલર શૅર કરીને કૅપ્શન લખી હતી કે ‘એક અભૂતપૂર્વ સફર, જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. ‘રામાયણ’નું ઑફિશ્યલ ટ્રેલર જુઓ, જે પાંચમી નવેમ્બરે ઑસ્ટ્રેલિયાનાં સિનેમાઘરોમાં આવી રહી છે.’
૬ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘ગૉડઝિલા માઇનસ ઝીરો’ સાથે ‘રામાયણ’ની ટક્કર ન થાય એ માટે મેકર્સે એને એક દિવસ પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
