ઇમરાન હાશ્મી પણ વેબ-સિરીઝના પ્રચાર માટે આ ઇવેન્ટમાં જોવા મળ્યો, હાલમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાઇટ ફેસ્ટિવલ ૧૭ જાન્યુઆરી સુધી ચાલવાનો છે.
રાની મુખરજી મર્દાની 3ના પ્રમોશન માટે પહોંચી અમદાવાદ ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલમાં
હાલમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાઇટ ફેસ્ટિવલ ૧૭ જાન્યુઆરી સુધી ચાલવાનો છે. ગઈ કાલે કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે રાની મુખરજીએ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ના પ્રમોશન માટે હાજરી આપી હતી અને સાથે-સાથે પતંગ ચગાવવાની મજા પણ માણી હતી. આ ફેસ્ટિવલમાં ઇમરાન હાશ્મી પણ આજથી નેટફ્લિક્સ પર આવી રહેલી તેની વેબ સિરીઝ ‘તસ્કરી : ધ સ્મગલર્સ વેબ’ના પ્રમોશન માટે પહોંચ્યો હતો. તેણે પોતાની સિરીઝના પ્રમોશનની સાથે-સાથે સમગ્ર આયોજનનાં પણ વખાણ કર્યાં હતાં.


