જ્યારે ફોટોગ્રાફર્સ તસવીરો લઈ રહ્યા હતા ત્યારે રાનીએ તેમને રોકતાં કહ્યું હતું કે ‘દીકરીની તસવીર તો નથી લીધીને?’ આ પછી રાનીએ જાતે જ ફોટોગ્રાફર્સનો કૅમેરા તપાસ્યો કે એમાં આદિરાની કોઈ તસવીર તો નથીને.
દીકરી આદિરાની તસવીરો ન લેવા માટે રાની મુખરજીએ આપી કડક ચેતવણી
રાની મુખરજી હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમ્યાન ફોટોગ્રાફર્સે તેની તસવીરો અને વિડિયો કૅમેરામાં ક્લિક કર્યાં હતાં. જોકે જ્યારે ફોટોગ્રાફરો તેની દીકરી આદિરા ચોપડાની તસવીરો લેવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે રાની તરત જ નારાજ થઈ ગઈ હતી. જ્યારે ફોટોગ્રાફર્સ તસવીરો લઈ રહ્યા હતા ત્યારે રાનીએ તેમને રોકતાં કહ્યું હતું કે ‘દીકરીની તસવીર તો નથી લીધીને?’ આ પછી રાનીએ જાતે જ ફોટોગ્રાફર્સનો કૅમેરા તપાસ્યો કે એમાં આદિરાની કોઈ તસવીર તો નથીને. આ સમગ્ર ઘટનાનો વિડિયો હવે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
રાનીએ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે ૨૦૧૪માં ઇટલીમાં ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ પછી ૨૦૧૫માં બન્નેના ઘરે દીકરી આદિરાનો જન્મ થયો હતો. રાની અને આદિત્ય હંમેશાં પોતાની દીકરીને મીડિયા અને જાહેર જીવનથી દૂર રાખવાનો પ્રયાસ કરતાં આવ્યાં છે.
