પત્ની દીપિકા પાદુકોણ અને પિતા સાથે રેસ્ટોરાંમાં ક્વૉલિટી-ટાઇમ પસાર કરતો જોવા મળ્યો રણવીર સિંહ
ધુરંધર : ધ રિવેન્જની સફળતાનું ફૅમિલી-સેલિબ્રેશન
રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મને જબરદસ્ત પ્રશંસા મળી રહી છે ત્યારે તે પત્ની દીપિકા પાદુકોણ અને પિતા જગજિત સિંહ ભવનાની સાથે ક્વૉલિટી-ટાઇમ પસાર કરતો જોવા મળ્યો છે. રણવીર, દીપિકા તેમ જ રણવીરના પિતાએ ચોપાટી વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાં ‘બેણ્ણે’ની મુલાકાત લીધી હતી અને સ્ટાફ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો જે હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ વાઇરલ ફોટો રણવીરે જાતે ક્લિક કરેલો સેલ્ફી છે. એમાં રણવીર કાળું ટી-શર્ટ, સફેદ ટોપી અને સનગ્લાસિસમાં સ્માઇલ કરતો દેખાય છે. દીપિકા પણ કાળા ટી-શર્ટમાં મૅચિંગ લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં ચેક્સવાળા શર્ટમાં જગજિત સિંહ ભવનાની પણ જોવા મળે છે.
