કાટમાળમાં અજિતદાદાની તૂટેલી સીટ, તેમના કેટલાક કાગળો અને ફાઇલ્સ બળ્યા વગરનાં મળી આવ્યાં હતાં
દુર્ઘટનાના સ્થળે મળી આવેલા પેપર્સ
પ્લેન ક્રૅશ થયા બાદ ત્યાં સૌથી પહેલાં સ્થાનિક લોકો પહોંચ્યા હતા. તેમણે આગ ઠારવાના પ્રયાસ પણ કર્યા હતા. એમાંથી કેટલાક જણે ત્યાંના કાટમાળના અને અન્ય ફોટો અને વિડિયો પાડી લીધા હતા જે ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. એમાં એક ફોટો બહુ મહત્ત્વનો હતો. પ્લેન ક્રૅશ થયા બાદ આગ લાગી અને અજિતદાદા સહિત બધાનાં મોત થયાં; પણ કાટમાળમાં અજિતદાદાની તૂટેલી સીટ, તેમના કેટલાક કાગળો અને ફાઇલ્સ બળ્યા વગરનાં મળી આવ્યાં હતાં. એ દર્શાવતું હતું કે બારામતી પહોંચતાં પહેલાં તેઓ પ્લેનમાં પણ પેપર્સ ચેક કરી રહ્યા હતા અને કામ કરી રહ્યા હતા.


