આ સેલિબ્રેશનમાં રાશા બ્લૅક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લૅમરસ લાગી રહી હતી
ફોટોગ્રાફર્સ સાથે રાશા થડાણીએ કર્યું બર્થ-ડે સેલિબ્રેશન
રવીના ટંડનની દીકરા રાશા થડાણીએ ૧૬ માર્ચે પોતાની ૨૧મી વર્ષગાંઠ ઊજવી હતી. તેણે આ દિવસની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે તો કરી જ હતી પણ ફોટોગ્રાફર્સ સાથે અલગ સેલિબ્રેશન કરીને તેમનાં દિલ જીતી લીધાં હતાં. ખાસ વાત તો એ છે કે તેણે જ્યારે આ સેલિબ્રેશન કર્યું ત્યારે તેની મમ્મી રવીના પણ તેની સાથે જ હતી.
આ સેલિબ્રેશનમાં રાશા બ્લૅક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લૅમરસ લાગી રહી હતી, જ્યારે રવીનાએ મરૂન ડ્રેસ પહેર્યો હતો. સેલિબ્રેશનના વિડિયોમાં જોવા મળે છે કે રાશા સૌપ્રથમ પોતાની મમ્મી રવીનાને કેક ખવડાવે છે અને ત્યાર બાદ ત્યાં હાજર તમામ ફોટોગ્રાફર્સને પણ પ્રેમથી કેક ઑફર કરે છે.
