દેવરકોંડા પરિવારનો પારંપરિક વારસાગત નેકલેસ પહેર્યો હતો રશ્મિકાએ
રશ્મિકાને આ નેકલેસ વિજયની મમ્મી તરફથી ભેટરૂપે આપવામાં આવ્યો હતો
હાલમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં યોજાયેલી તેમની લગ્નવિધિ પહેલાં સેલિબ્રેટ કરાયેલા પ્રધાનમ અને મેંદી-ફંક્શનની કેટલીક ખાસ ક્ષણો ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં બન્નેનાં આઉટફિટ્સની સાથે-સાથે રશ્મિકાએ પહેરેલા આકર્ષક નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફંક્શનમાં રશ્મિકાએ ‘ધ ઇટર્નલ બ્લૉસમ’ નામનો દેવરકોંડા પરિવારનો પારંપરિક વારસાગત નેકલેસ પહેર્યો હતો. રશ્મિકાને આ નેકલેસ વિજયની મમ્મી તરફથી ભેટરૂપે આપવામાં આવ્યો હતો. આ ખાસ નેકલેસમાં રોઝ-કટ ડાયમન્ડ અને બર્મીઝ રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશ્મિકાએ નેકલેસ સાથે મેળ ખાતાં ઇઅર-રિંગ્સ, બંગડીઓ અને માંગટીકા સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
